આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

રાજ્યમાં લૉકડાઉન ચાલી રહ્યું છે ત્યારે પાનમાવાના બંધાણીઓએ હવે હદ વટાવી છે. લૉકડાઉનની સ્થિતિમાં કાચી-135ના શોખીનોએ હાસ્યસ્પદ કામ કર્યુ છે. અગાઉ મોરબીમાં ડ્રોનથી કાચી-135ની ડિલિવરીનો વીડિયો વાયરલ થયો હતો ત્યારબાદ પાનમાવાના બંધાણીઓની હાસ્યાસ્પદ હરકત કરી છે. સુરેન્દ્રનગરના લખતરમાં ગઇકાલે પાનમાવાના બંધાણીઓએ એક દુકાનું તાળું તોડ્યું હતું અને પાનમાવાની દુકાનમાંથી માદક દ્રવ્યોની ચોરી કરી હતી. મોડી રાત્રે બનેલી ઘટનાથી સૌ કોઈના મુખે એક જ વાત હતી કે ‘બંધાણીઓએ હદ વટાવી’.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરેન્દ્રનગર જીલ્લાના લખતરમાં પાનમાવાની દુકાનમાં ચોરી થઇ હોવાનું સામે આવ્યુ છે. લોકડઉન વચ્ચે માવા માટે ફાયરિંગ મારામારી હુમલા ચોરી જેવા અનેક બનાવો બન્યા છે, જેમાં હવે સુરેન્દ્રનગરના લખતરમાં પણ આવી ઘટના ઘટી હતી. સવારે રાહદારીઓ પસાર થતા તેમણે દુકાનના માલિકને ઘટનાની જાણ કરતા સમગ્ર ઘટનાનો ફોડ પડ્યો હતો. પાનમાવા- બીડી-સિગારેટના બંધાણીઓએ કોઈ હથિયાર અથવા તો બોથડ પદાર્થ વડે દુકાનનું શટર ઉચું કરી નાંખ્યુ હતું અને તેમાંથી માદક દ્રવ્યોની ચોરી કરી હતી.

નોંધનિય છે કે, અગાઉ રાજકોટમાં પણ પાનની દુકાનના તાળા તૂટ્યા હતા. જોકે હવે સૌરાષ્ટ્રમાં માવાના બંધાણીઓ નહીં સુધરે તેવો ઘાટ સર્જાયો હતો. આ ઘટના બાદ ચારેકોર હાસ્યસ્પદ ચર્ચાઓ થવા લાગી હતી કે સરકારે લૉકડાઉનમાં વ્યસનીઓ માટે પાનમાવાની દુકાનો ખુલ્લી રાખવાની છૂટ આપવી જોઈએ.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code