સુરેન્દ્રનગર: બસ સ્ટેન્ડમાં મુસાફરોના પાકિટની ચોરી, 10,500ની ઉઠાંતરી

અટલ સમાચાર, સુરેન્દ્રનગર રાજકોટ ગ્રામ્ય પોલીસમાં ડીએસપી ઓફિસમાં ફરજ બજાવતા અને મવડી પોલીસ હેડકવાટર્સમાં રહેતા જીતેન્દ્રભાઈ પરમારના પત્ની પત્ની રાધિકાબેન બે બાળકો સાથે સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા રૂટની બસમાં ચડતાહ હતા ત્યારે તેમણે ખભે રાખેલા પર્સની ચેઇન ખુલી હોવાથી તપાસ કરતા બે પાકિટ ચોરાયા હતા. રાધીકાબેને બાજુમાં ઉભેલી બે મહિલાઓ સામેે તે ભાગવા લાગી હતી જેથી બેમાંથી અેક
 
સુરેન્દ્રનગર: બસ સ્ટેન્ડમાં મુસાફરોના પાકિટની ચોરી, 10,500ની ઉઠાંતરી

અટલ સમાચાર, સુરેન્દ્રનગર

રાજકોટ ગ્રામ્ય પોલીસમાં ડીએસપી ઓફિસમાં ફરજ બજાવતા અને મવડી પોલીસ હેડકવાટર્સમાં રહેતા જીતેન્દ્રભાઈ પરમારના પત્ની પત્ની રાધિકાબેન બે બાળકો સાથે સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા રૂટની બસમાં ચડતાહ હતા ત્યારે તેમણે ખભે રાખેલા પર્સની ચેઇન ખુલી હોવાથી તપાસ કરતા બે પાકિટ ચોરાયા હતા. રાધીકાબેને બાજુમાં ઉભેલી બે મહિલાઓ સામેે તે ભાગવા લાગી હતી જેથી બેમાંથી અેક પર્સ નીચે પડી જતા રાધીકાબેને પર્સ લઇ લીધુ હતું.

જ્યારે બીજુ રૂ. 6500 ભરેલુ પાકિટ મળ્યુ ન હતુ. જ્યારે બંને આદિવાસી જેવી મહિલાઓને માણસોએ પકડી રાખી હતી. ત્યારે પોલીસ આવી પહોંચતા બંને મહિલાઓની પોલીસ મથકે લાવી પૂછપરછ કરતા દાહોદ જિલ્લાના વરમખેડા ગામના ચંપાબેન વિનુભાઈ ચૌહાણીયા તેમજ ખરજ ગામના મંગીબેન સુરજભાઈ ભાભર હોવાનું જણાવ્યું હતુ.

જ્યારે આ બસ સ્ટેશનમાં રાજકોટ ચામુંડાનગર-1માં રહેતા ભીખાભાઈ અમરાભાઈ જાદવનું રૂ. 4000 તેમજ આધારકાર્ડ, પાનકાર્ડ, ચૂંટણીકાર્ડ સહિતનું પાકિટ પણ આ બસમાં ચડતી વખેત ચોરાયાનું બહાર આવ્યુ હતું. આ બનાવો અંગે રાધિકાબેન જીતેન્દ્રભાઈ પરમારે ઝડપાયેલી બે મહિલાઓ સામે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ જે.એચ.રાઠોડ કરી રહ્યાં છે.