સુરેન્દ્રનગર: મહેતા માર્કેટમાં કોવિડ સાવચેતીનો ભંગ, માસ્ક વિના કોરોનાને આમંત્રણ

અટલ સમાચાર,ડેસ્ક કોરોના મહામારી વચ્ચે સુરેન્દ્રનગરના મહેતા માર્કેટમાં ખરીદી કરવા આવતાં લોકો માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સનું ઉલ્લંઘન કરતાં જોવા મળ્યા છે. સુરેન્દ્રનગરની મહેતા માર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનો સરેઆમ ભંગ થતો જોવા મળે છે. ખરીદી કરવા આવનાર લોકો એક પણ નિયમોનું પાલન ન કરતા લોકોમાં ચિંતા પ્રસરી છે. સુરેન્દ્રનગર શહેરની મહેતા માર્કેટ માં કોરોનાવાયરસ
 
સુરેન્દ્રનગર: મહેતા માર્કેટમાં કોવિડ સાવચેતીનો ભંગ, માસ્ક વિના કોરોનાને આમંત્રણ

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે સુરેન્દ્રનગરના મહેતા માર્કેટમાં ખરીદી કરવા આવતાં લોકો માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સનું ઉલ્લંઘન કરતાં જોવા મળ્યા છે. સુરેન્દ્રનગરની મહેતા માર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનો સરેઆમ ભંગ થતો જોવા મળે છે. ખરીદી કરવા આવનાર લોકો એક પણ નિયમોનું પાલન ન કરતા લોકોમાં ચિંતા પ્રસરી છે. સુરેન્દ્રનગર શહેરની મહેતા માર્કેટ માં કોરોનાવાયરસ ના જગ જાહેર માં બોલતા ધજાગરા વેપારીઓ સહિત ના ગ્રાહકો પણ કોરોનાવાયરસ ને લઈ અને લાપરવા સુરેન્દ્રનગર શહેરમાં દિન-પ્રતિદિન કોરોનાવાયરસ નો રોગ વધારે પ્રેમ કરતો જાય છે જ્યારે મોતનો આંક પણ વધતો જઈ રહ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરેન્દ્રનગર: મહેતા માર્કેટમાં કોવિડ સાવચેતીનો ભંગ, માસ્ક વિના કોરોનાને આમંત્રણ
જાહેરાત

સુરેન્દ્રનગર શહેરની મહેતા માર્કેટમાં સરેઆમ કોરોનાવાયરસ ના ધજાગરા ઊડી રહ્યા છે જ્યારે સવારના સમયથી લઇને રાત્રીના સમય સુધી બહારના રાજયોમાંથી ટ્રકો આ માર્કેટમાં માલ મોકલવા માટે આવન-જાવન કરી રહી છે. સુરેન્દ્રનગર શહેરની આ મહેતા માર્કેટમાં ગામે ગામથી લોકો હટાણા કરવા માટે પણ આવતા હોય છે. ત્યારે વહેલી સવારના એક બાજુ બહારના રાજ્યોમાંથી આવેલા ટ્રકો માલ ખાલી કરવા માટે ઉતાવળા થતા હોય છે ત્યારે એક બાજુ હટાણું કરવ વાળા માણસો પણ આમ થી આમ દોડાદોડી કરતા જોવા મળી રહ્યા છે. અત્યારે માર્કેટમાં પણ કોરોના વાયરસનો અનેક વેપારી લોકો પણ ભોગ બન્યા છે ત્યારે સાવચેતીના ભાગરૂપે જરા પણ દરકાર કરવામાં આવતી નથી. હટાણું કરવા આવનાર લોકો મોઢા ઉપર માસ્ક સુધા બાંધતા નથી.