ચોંક્યાં@હારીજ: પરિવાર ગયો ખેતરે, ઘરે આવીને જોયુ તો દીકરી સોનુ લઇ ફરાર

અટલ સમાચાર ડોટ કોમ, હારીજ હારીજ તાલુકાના ગામે યુવતિ પોતાના જ ઘરમાંથી ચોરી કરી યુવક સાથે ફરાર થઇ ગયાની ઘટના સામે આવી છે. તાલુકાના ગામે પરિવારના સભ્યો ખેતરે ગયા બાદ પરત આવતાં તેમની દીકરી ઘરમાં જોવા મળી ન હતી. જે બાદમાં તપાસ કરતાં યુવતિ બાજુના ગામના ઇસમ સાથે ગાડીમાં ગઇ હોવાનું ખુલ્યુ હતુ. આ તરફ
 
ચોંક્યાં@હારીજ: પરિવાર ગયો ખેતરે, ઘરે આવીને જોયુ તો દીકરી સોનુ લઇ ફરાર

અટલ સમાચાર ડોટ કોમ, હારીજ

હારીજ તાલુકાના ગામે યુવતિ પોતાના જ ઘરમાંથી ચોરી કરી યુવક સાથે ફરાર થઇ ગયાની ઘટના સામે આવી છે. તાલુકાના ગામે પરિવારના સભ્યો ખેતરે ગયા બાદ પરત આવતાં તેમની દીકરી ઘરમાં જોવા મળી ન હતી. જે બાદમાં તપાસ કરતાં યુવતિ બાજુના ગામના ઇસમ સાથે ગાડીમાં ગઇ હોવાનું ખુલ્યુ હતુ. આ તરફ ઘરમાં આવી જોતાં તિજોરીમાંથી સોનાના દાગીના અને રોકડ રકમ મળી કુલ કિ.રૂ.1.15 લાખની ચોરી થઇ હોવાનું સામે આવ્યુ છે. ઘટનાને લઇ ખેડૂતે પોતાની જ પુત્રી અને ઇસમ સામે પોલીસ ફરીયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના હારીજ તાલુકાના એક ગામમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગામમાં ખેતી કરી ગુજરાન ચલાવતો પરિવાર ગત 3 માર્ચના રોજ ખેતરે ગયા બાદ સાંજે પરત આવ્યો હતો. જ્યાં પોતાની 19 વર્ષિય દીકરી ઘરમાં જોવા નહીં મળતાં બેબાકળાં બની શોધખોળ હાથ ધરી હતી. આ તરફ સ્થાનિકોમાં પુછપરછ દરમ્યાન તેમની દીકરી ખાખડીના અનિલભાઇ નારણભાઇ દેસાઇ સાથે કારમાં ગઇ હોવાનું ખુલ્યુ હતુ. જોકે સ્થાનિકે બૂમો પાડવા છતાં બંને જણાં ઉભા રહ્યાં ન હોવાનું જણાવતાં પરિવારે ઘરમાં તપાસ કરી હતી.

ચોંક્યાં@હારીજ: પરિવાર ગયો ખેતરે, ઘરે આવીને જોયુ તો દીકરી સોનુ લઇ ફરાર

આ દરમ્યાન ઘરમાં તિજોરી આગળ ચાવી લટકતી હોઇ તપાસ કરતાં પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા. જેમાં સોનાના પાટલા નંગ-2, કિ.રૂ.75,000, સોનાની વીંટી નંગ-3 કિ.રૂ.15,000 અને ખેતી ઉપજના રૂ.25,000 મળી કુલ કિ.રૂ.1,15,000 ની ચોરી થઇ હોવાનું ખુલ્યુ હતુ. જે બાદમાં આરોપી ઇસમના ઘરે પણ તપાસ કર્યા બાદ સામાજીક રીતે યોગ્ય ઉકેલ નહીં આવતાં કંટાળીને ખેડૂતે ફરીયાદ નોંધાવી છે. ઘટનાને લઇ હારીજ પોલીસે આરોપી મહિલા અને ઇસમ સામે આઇપીસી કલમ 380, 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.