ચોંક્યા@મહેસાણા: ધરણાંની મંજૂરી પૂર્વે જ “આપ” પ્રદેશ પ્રમુખની ટીંગાટોળી, પોલીસની કાર્યવાહી

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા ખેડૂતોના સમર્થનમાં આજે આમ આદમી પાર્ટી મહેસાણા દ્રારા ઉપવાસનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ તરફ સવારે મહેસાણા પોલીસે પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાની ટીંગાટોળી કરી અટકાયત કરવામાં આવી હતી. જે બાદમાં કાર્યક્રમની મંજૂરી મળ્યાં બાદ તમામને બપોરે 2 વાગ્યા આસપાસ છોડવામાં આવ્યા હતા. મહેસાણામાં આમ આદમી પાર્ટી દ્રારા ખેડૂતોના આંદોલનને
 
ચોંક્યા@મહેસાણા: ધરણાંની મંજૂરી પૂર્વે જ “આપ” પ્રદેશ પ્રમુખની ટીંગાટોળી, પોલીસની કાર્યવાહી

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

ખેડૂતોના સમર્થનમાં આજે આમ આદમી પાર્ટી મહેસાણા દ્રારા ઉપવાસનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ તરફ સવારે મહેસાણા પોલીસે પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાની ટીંગાટોળી કરી અટકાયત કરવામાં આવી હતી. જે બાદમાં કાર્યક્રમની મંજૂરી મળ્યાં બાદ તમામને બપોરે 2 વાગ્યા આસપાસ છોડવામાં આવ્યા હતા. મહેસાણામાં આમ આદમી પાર્ટી દ્રારા ખેડૂતોના આંદોલનને સમર્થન આપવા આજે એક દિવસીય ઉપવાસનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જે દરમ્યાન પાર્ટી અધ્યક્ષ સહિતનાની અટકાયત કરવામાં આવી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણામાં આજે આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાની અટકાયત કરવામાં આવી છે. દેશભરમાં ખેડૂતો હાલ કૃષિબિલોને લઇ આંદોલન કરતાં હોઇ તેમને આપ પાર્ટીએ સમર્થન આપ્યુ છે. આજે મહેસાણામાં આપના પ્રદેશ વરિષ્ઠ સહપ્રભારી ગુલાબસિંહ યાદવ, પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા સહિતના દિગ્ગજો ઉપવાસ આંદોલનમાં જોડાવા અને ચૂંટણીલક્ષી સમીક્ષા કરવા આવ્યા હતા. જોકે અત્યાર સુધી કાર્યક્રમની મંજૂરી મળી ન હોઇ પ્રદેશ અધ્યક્ષના માર્ગદર્શન મુજબ કાર્યકર્તાઓ “એ” ડીવીઝન પોલીસ મથકે મંજૂરી લેવા ગયા હતા. આ દરમ્યાન જીલ્લા કલેક્ટરની ઓફીસ પાસેથી તમામની અટકાયત કરવામાં આવી હતી. જે બાદમાં બપોરના સમયે મંજૂરી મળ્યાં બાદ તમામને છોડી દેવામાં આવ્યા હતા.

ચોંક્યા@મહેસાણા: ધરણાંની મંજૂરી પૂર્વે જ “આપ” પ્રદેશ પ્રમુખની ટીંગાટોળી, પોલીસની કાર્યવાહી

સૂત્રોએ જણાવ્યું હતુ કે, કેન્દ્ર સરકાર દ્રારા લવાયેલ ત્રણ કૃષિ બિલોના વિરોધમાં હાલ દેશભરના ખેડૂતો ભારે વિરોધ નોંધાવી રહ્યાં છે. જેમાં આમ આદમી પાર્ટીએ સમર્થન આપતાં આજે એક દિવસિય ઉપવાસના કાર્યક્રમનું આયોજન કર્યુ હતુ. આ તરફ આજે આવનારી ચૂંટણીને લઇ વિચાર-વિમર્શ કરવા પાર્ટી પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા સહિતના દિગ્ગજો મહેસાણા આવ્યા હતા. જે બાદમાં ઉપવાસ કાર્યક્રમ પહેલાં જ પોલીસે પ્રદેશ વરિષ્ઠ સહપ્રભારી ગુલાબસિંહ યાદવ, પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા, પ્રદેશ ઉપપ્રમુખ ભેમાભાઈ ચૌધરી, સંગઠન મંત્રી રમેશભાઈ નાભાણી, ઉત્તર ઝોન પ્રભારી દિલીપસિંહ અને મહેસાણા જીલ્લા પ્રમુખ હસમુખભાઇ પટેલ સહિતનાની અટકાયત કરી હતી.