ચોંક્યાં@સિધ્ધપુર: અમને તારી સોપારી આપી છે કહી ઇસમોએ ખેડૂતને માર માર્યો, 4 સામે FIR

અટલ સમાચાર ડોટ કોમ, સિધ્ધપુર સિધ્ધપુરમાં ઇસમોએ ખેડૂતને પોતાની જમીનમાં પગ નહીં મુકવાનું કહી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ઘટના સામે આવી છે. આ સાથે અન્ય બે ઇસમોએ તેમને ખેડૂતની સોપારી આપી હોવાનું કહી રીવોલ્વરથી મારી નાંખવાનું કહ્યાનું લખાવ્યુ છે. આ અગાઉ પણ ઇસમોએ ખેડૂત પાસેથી તેની જમીન પડાવી લેવા ફોન ઉપર અને રૂબરૂ
 
ચોંક્યાં@સિધ્ધપુર: અમને તારી સોપારી આપી છે કહી ઇસમોએ ખેડૂતને માર માર્યો, 4 સામે FIR

અટલ સમાચાર ડોટ કોમ, સિધ્ધપુર

સિધ્ધપુરમાં ઇસમોએ ખેડૂતને પોતાની જમીનમાં પગ નહીં મુકવાનું કહી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ઘટના સામે આવી છે. આ સાથે અન્ય બે ઇસમોએ તેમને ખેડૂતની સોપારી આપી હોવાનું કહી રીવોલ્વરથી મારી નાંખવાનું કહ્યાનું લખાવ્યુ છે. આ અગાઉ પણ ઇસમોએ ખેડૂત પાસેથી તેની જમીન પડાવી લેવા ફોન ઉપર અને રૂબરૂ ધમકી આપી હોવાનું પણ ફરીયાદમાં લખાવતાં ચકચાર મચી ગઇ છે. ઘટનાને લઇ સિધ્ધપુર પોલીસે કુલ 4 ઇસમોના નામજોગ ગુનો નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના સિધ્ધપુરના ગણેશપુરામાં રહેતાં ખેડૂતને જાનથી મારી નાંખવાની ધમકી આપવા બાબતે પોલીસ ફરીયાદ નોંધાઇ છે. વિગતો મુજબ ગણેશપુરામાં રહેતાં હર્ષદસિંહ રામસંગજી રાજપુત ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત તા.11-04-2021ના રોજ તેઓ ગણેશપુરાના બસસ્ટેન્ડે આવતાં સૈયદ નિઝામમીયાં અને ઠાકોર ગોપાલ સહિત પાંચથી છ ઇસમોએ તેમને ઉભો રખાવી બસ સ્ટેન્ડની અંદર લઇ ગયા હતા. જ્યાં નિઝામમીયાએ કહેલ કે, તે હમણા જે જમીન ખરીદેલ છે તે જમીનમાં પગ મુકતો નહીં. નહીંતર મારે પાસે રીવોલ્વર છે તેનાથી તારૂ મર્ડર કરી દઇશ. જો જમીન જોઇતી હોય તો રૂ.5,00,000 આપી દેશે. મને પટેલ શૈલેષભાઇ અને પટેલ નારાયણભાઇએ તારી સોપારી આપેલ છે. આવુ કહી ઇસમોએ ખેડૂતને ગડદાપાટુનો માર માર્યો હતો.

ચોંક્યાં@સિધ્ધપુર: અમને તારી સોપારી આપી છે કહી ઇસમોએ ખેડૂતને માર માર્યો, 4 સામે FIR

આ દરમ્યાન ખેડૂતને કહેલ કે, બાઇક લઇ ફુલપુરા બાજુ લેવાનું કહેતાં ખેડૂતે નિઝામમીયાંને પાછળ બેસાડી બાઇકમાં ઝાટકો મારતાં ઇસમ નીચે પડી ગયો હતો. જેથી ખેડૂતે તાત્કાલિક બાઇક દોડાવી બજાર તરફ આવી પોલીસ ફરીયાદ કરવા જતાં શહેરના બીગબોસ નામના સલુન પાસે આવી ઇસમોએ તેનું બાઇક ઉભુ રખાવ્યુ હતુ. જોકે ભીડ વધુ હોઇ ઇસમો ત્યાંથી ડરના કારણે જતાં રહ્યા હતા. આ તરફ અગાઉ પણ શૈલેષ પટેલ અને નારાયણભાઇ પટેલે ખેડૂતને ધમકી આપી હોવાથી ખેડૂતે તમામ સામે સિધ્ધપુર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. પોલીસે 4 ઇસમ સામે આઇપીસી કલમ 323, 294(b), 114, 506(2) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.