ચોંક્યાં@વડનગર: ગામમાં લાઇટ કેમ નથી ? તેવું કહી ઇસમોએ હેલ્પરને માર માર્યો, ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, વડનગર વડનગરમાં UGVCLના હેલ્પર અને અન્ય કર્મચારીને ઓફીસમાં ઘુસી ઇસમોએ માર માર્યો હોવાની ઘટનાથી હડકંપ મચી ગયો છે. વિગતો મુજબ ગઇકાલે સાંજે તાલુકાના ગામમાં લાઇટ ગઇ હોઇ ઇસમે હેલ્પરને ફોન કર્યો હતો. જે બાદમાં ફોનમાં ગાળાગાળી કરી થોડીક વારમાં સબ સ્ટેશન ફોન કરનાર ઇસમ અને અન્ય ઇસમો આવ્યા હતા. જ્યાં હેલ્પર
 
ચોંક્યાં@વડનગર: ગામમાં લાઇટ કેમ નથી ? તેવું કહી ઇસમોએ હેલ્પરને માર માર્યો, ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, વડનગર

વડનગરમાં UGVCLના હેલ્પર અને અન્ય કર્મચારીને ઓફીસમાં ઘુસી ઇસમોએ માર માર્યો હોવાની ઘટનાથી હડકંપ મચી ગયો છે. વિગતો મુજબ ગઇકાલે સાંજે તાલુકાના ગામમાં લાઇટ ગઇ હોઇ ઇસમે હેલ્પરને ફોન કર્યો હતો. જે બાદમાં ફોનમાં ગાળાગાળી કરી થોડીક વારમાં સબ સ્ટેશન ફોન કરનાર ઇસમ અને અન્ય ઇસમો આવ્યા હતા. જ્યાં હેલ્પર અને અન્ય કર્મચારીને ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા. આ સાથે આજ પછી અમારા ગામની લાઇટ કાપીનો જાનથી મારી નાંખીશુ તેવી ધમકી આપી ઇસમો જતાં રહ્યા હતા. આ તરફ હેલ્પરે વડનગર સિવીલમાં સારવાર કરાવ્યા બાદ ઇસમ વિરૂધ્ધ ફરજમાં રૂકાવટ અને માર માર્યાની ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના વડનગરના ખાનપુર સ્થિત જીઇબીના 66 કેવી સબ સ્ટેશનમાં હેલ્પર અને અન્ય કર્મી પર હુમલાની ઘટના સામે આવી છે. ઇલેક્ટ્રીકલ આસીસ્ટન્ટ પોપટભાઇ ડામોરે નોંધાવેલી ફરીયાદ મુજબ ગઇકાલે રાત્રે તેઓ અને ગુલામઅલી ખાનપુર સબ સ્ટેશન પર પોતાની ફરજ પર હતા. આ દરમ્યાન ઉણાદ ગામના પ્રવિણભાઇ રેવાભાઇ ચૌધરીનો ફોન આવ્યો હતો. જેમાં તેઓ અમારા ગામમાં લાઇટ કેમ નથી ? તમે કેમ લાઇટ બંધ કરેલ છે ? તેવુ કહી ગાળાગાળી કરી હતી. જેથી પોપટભાઇએ કહેલ કે, વડનગરથી UGVCLના માણસો આવે એટલે લાઇટ ચાલુ કરી આપીશુ. જોકે આ સાંભળી પ્રવિણભાઇએ ઉશ્કેરાઇ જઇ ગાળાગાળી કરી સબ સ્ટેશનમાં આવવાનું કહ્યુ હતુ.

ચોંક્યાં@વડનગર: ગામમાં લાઇટ કેમ નથી ? તેવું કહી ઇસમોએ હેલ્પરને માર માર્યો, ગુનો દાખલ

આ દરમ્યાન પ્રવિણભાઇ ચૌધરી અને બીજા ત્રણ ઇસમો આશરે પોણા નવેક વાગ્યે સબ સ્ટેશનના કંટ્રોલરૂમમાં આવ્યા હતા. જ્યાં પ્રવિણભાઇ અને અન્ય ઇસમોએ પોપટભાઇ અને ગુલામઅલીને ગડદાપાટુનો મુઢ માર માર્યો હતો. આ સાથે પેટમાં અને જાંઘો ઉપર લાતો તથા ફેંટો મારી હતી. આ તરફ ઇસમોએ જતાં-જતાં હવે પછી અમારા ગામની લાઇટ કાપશો તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. જે બાદમાં બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક 108માં વડનગર સિવીલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. આ તરફ સારવાર લીધા બાદ પોપટભાઇએ ઇસમ વિરૂધ્ધ વડનગર પોલીસ મથકે માર મારવાની અને ફરજમાં રૂકાવટ બદલ આઇપીસી કલમ 323, 332, 504, 506(2), 114 મુજબ ફરીયાદ નોંધાવી છે.