ચોંક્યાં@કડી: પ્રેમલગ્ન બાદ પતિનું રૂપ બદલાયું, પરીણિતા પાસે દહેજમાં 25 લાખ માંગતા ફરીયાદ

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા કડી તાલુકાના ગામની પરીણિતાએ તેના પતિ સામે 25 લાખની દહેજ માંગણીની ફરીયાદ નોંધાવી છે. વિગતો મુજબ પરીણિતાને અગાઉ યુવક સામે પ્રેમસંબંધ થતાં લગ્ન કર્યા હતા. જે બાદમાં એકબીજાની મરજીથી પ્રેમલગ્ન બાદ પરિવારની મરજી સાથે ફરી એકવાર સમાજના રીતરીવાજ મુજબ લગ્જ કર્યા હતા. આ તરફ શરૂઆતમાં સારૂ રાખ્યા બાદ તેમનો પતિ
 
ચોંક્યાં@કડી: પ્રેમલગ્ન બાદ પતિનું રૂપ બદલાયું, પરીણિતા પાસે દહેજમાં 25 લાખ માંગતા ફરીયાદ

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

કડી તાલુકાના ગામની પરીણિતાએ તેના પતિ સામે 25 લાખની દહેજ માંગણીની ફરીયાદ નોંધાવી છે. વિગતો મુજબ પરીણિતાને અગાઉ યુવક સામે પ્રેમસંબંધ થતાં લગ્ન કર્યા હતા. જે બાદમાં એકબીજાની મરજીથી પ્રેમલગ્ન બાદ પરિવારની મરજી સાથે ફરી એકવાર સમાજના રીતરીવાજ મુજબ લગ્જ કર્યા હતા. આ તરફ શરૂઆતમાં સારૂ રાખ્યા બાદ તેમનો પતિ અવાર-નવાર શારીરિક-માનસિક ત્રાસ આપતો હતો. જે બાદમાં વારંવાર દહેજ પેટે પિયરમાંથી 25 લાખ લઇ આવવા દબાણ કરતો હોઇ પરીણિતાએ તેના પતિ વિરૂધ્ધ નંદાસણ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના કડી તાલુકાના એક ગામની પરીણિતાએ તેના પતિ સામે દહેજ માંગણી અને ત્રાસની ફરીયાદ નોંધાવી છે. વિગતો મુજબ 2019માં પરીણિતા ગાંધીનગર ગઇ હોઇ ત્યાં દહેગામ તાલુકાના કડાદરા ગામના નિકુલસિંહ બળદેવસિંહ બિહોલાની સાથે મુલાકાત થયા બાદ પ્રેમસંબંધ બંધાયો હતો. જે બાદમાં બંને એકબીજાને પસંદ કરતાં હોઇ પ્રેમલગ્ન કર્યા હતા. આ તરફ ત્રણેક માસ બાદ પરિવારની મંજૂરીની સમાજના રીત-રીવાજ મુજબ લગ્ન કર્યા હતા. જે બાદમાં અચાનક નિકુલસિંહના વર્તનમાં ફેરફાર આવ્યો હોય તેમ શારીરિક-માનસિક ત્રાસ આપતો હતો.

ચોંક્યાં@કડી: પ્રેમલગ્ન બાદ પતિનું રૂપ બદલાયું, પરીણિતા પાસે દહેજમાં 25 લાખ માંગતા ફરીયાદ
File Photo

આ દરમ્યાન પરીણિતાને દીકરાનો જન્મ થયા બાદ તે તેના પિયરમાં રહેવા આવી હતી. આ તરફ દોઢેક માસ બાદ ઝીયાણું કર્યા બાદ પરીણિતા સાસરીમાં ગયા બાદ તેના પતિએ ફરી ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતુ. આ સાથે પતિએ દહેજમાં 25,00,000 માંગી કહેલ કે પૈસા લાવીશ તો જ તને ઘરમાં રાખીશ. જે બાદમાં પરીણિતા પોતાના પિયરમાં આવી રહેવા લાગ્યા બાદ તેના પતિ સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે. સમગ્ર મામલે ઇસમ વિરૂધ્ધ આઇપીસી 498A, 323, 504 અને દહેજ પ્રતિબંધ અધિનિયમની કલમ 4 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.