ચોંક્યાં@કડી: લ્યો બોલો, ST બસમાંથી ઇસમ ટીકીટ કાપવાનું EMT મશીન ચોરી ગયો, ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, કડી કડી રંગોલી હોટલ પાસે પેસેન્જરોને ઉતારવા ઉભી રહેલી બસમાંથી એક ઇસમ ટીકીટ કાપવાનું EMT મશીન ચોરી ગયાની ઘટના સામે આવી છે. વિગતો મુજબ હિંમતનગર ડેપોની બસ રતનપુર-કડી રૂટ પર ફરતી હોઇ બુધવારે રાત્રે કડી પહોંચી હતી. જ્યાં રંગોલી હોટલ પર પેસેન્જર ઉતારતી વખતે પેસેન્જરના વેશમાં બેસેલો ચોર ઇમેટી મશીન લઇને
 
ચોંક્યાં@કડી: લ્યો બોલો, ST બસમાંથી ઇસમ ટીકીટ કાપવાનું EMT મશીન ચોરી ગયો, ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, કડી

કડી રંગોલી હોટલ પાસે પેસેન્જરોને ઉતારવા ઉભી રહેલી બસમાંથી એક ઇસમ ટીકીટ કાપવાનું EMT મશીન ચોરી ગયાની ઘટના સામે આવી છે. વિગતો મુજબ હિંમતનગર ડેપોની બસ રતનપુર-કડી રૂટ પર ફરતી હોઇ બુધવારે રાત્રે કડી પહોંચી હતી. જ્યાં રંગોલી હોટલ પર પેસેન્જર ઉતારતી વખતે પેસેન્જરના વેશમાં બેસેલો ચોર ઇમેટી મશીન લઇને ઉતરી ગયો હતો. જે બાદમાં ચાલકે બસ સાઇડમાં કરી ઇસમને પકડવા જતાં ઇસમ નાસી છુટ્યો હોઇ ચાલકે અજાણ્યાં ઇસમ વિરૂધ્ધ 7,000ના મશીન ચોરીની ફરીયાદ નોંધાવતાં કડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના કડી શહેરમાંથી ચોરીની અજીબો ગરીબ ઘટના સામે આવી છે. ઘટનાની વાત કરીએ તો હિંમતનગર એસટી ડેપો દ્રારા રતનપુર-કડી બસનું સંચાલન કરવામાં આવે છે. જેમાં બુધવારના દિવસે ડ્રાઇવર કમ કંડક્ટર તરીકે જેણુસિંહ કેશરીસિંહ જાડેજા ફરજ ઉપર હતા. સાંજના પાંચેક વાગ્યે રતનપુરથી નીકળી તેઓએ રાત્રે સાડા નવેક વાગ્યે કડી રંગોલી હોટલ પાસે પેસેન્જરોને ઉતારવા મીનીબસ ઉભી રાખી હતી. આ તરફ છત્રાલથી પેસેન્જરના વેશમાં બેઠેલો શખ્સ ટીકીટ કાપવાનું ઇમેટી મશીન (કિ.રૂ.7000)નું લઇ જતો હોય તેવું ડ્રાઇવરને લાગ્યુ હતુ. જેથી તાત્કાલિક બસમાં ઉતરી ઇસમને પકડવા જતાં ઇસમ નાસી છુટ્યો હતો.

ચોંક્યાં@કડી: લ્યો બોલો, ST બસમાંથી ઇસમ ટીકીટ કાપવાનું EMT મશીન ચોરી ગયો, ગુનો દાખલ

સૂત્રોએ જણાવ્યું હતુ કે, સમગ્ર ઘટનાને લઇ ફરજ પરના ડ્રાઇવરે તાત્કાલિક ઉપરી અધિકારીને વાત કર્યા બાદ કડી પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. એસટી બસમાંથી ટીકીટ કાપવાનું ઇમેટી મશીન ચોરાયાની ઘટનાને લઇ ચકચાર મચી ગઇ છે. બુધવારે રાત્રે બનેલી ઘટનાને લઇ ડ્રાઇવર જેણુંસિંહે તાત્કાલિક કડી પોલીસ મથક પહોંચી અજાણ્યાં ઇસમ વિરૂધધ આઇપીસી કલમ 379 મુજબ ગુનો નોંધાવ્યો છે. જેથી આ સમગ્ર કેસમાં વધુ તપાસ PSI શ્વેતાબેન મોદી ચલાવી રહ્યા છે.