ચોંક્યાં@બનાસકાંઠા: નાગાલેન્ડથી આવેલ BSFની ટુકડીને કોરોના ગ્રહણ, એકસાથે 20 જવાનો સંક્રમિત

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર ઉત્તર ગુજરાત સહિત રાજ્યમાં હાલ કોરોનાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યુ છે. આ તરફ બનાસકાંઠા જીલ્લામાંથી કોરોના કેસોને લઇ ચોંકાવનારી વિગતો સામે આવી છે. નાગાલેન્ડની બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં ગત દિવસોએ બોર્ડર સિક્યુરીટી ફોર્સની ટુકડી આવી હતી. જોકે 1000 જવાનોની ટુકડીમાં તમામના કોવિડ ગાઇડલાઇન લગત ટેસ્ટ કરવામાં આવતાં એકસાથે 20
 
ચોંક્યાં@બનાસકાંઠા: નાગાલેન્ડથી આવેલ BSFની ટુકડીને કોરોના ગ્રહણ, એકસાથે 20 જવાનો સંક્રમિત

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર

ઉત્તર ગુજરાત સહિત રાજ્યમાં હાલ કોરોનાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યુ છે. આ તરફ બનાસકાંઠા જીલ્લામાંથી કોરોના કેસોને લઇ ચોંકાવનારી વિગતો સામે આવી છે. નાગાલેન્ડની બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં ગત દિવસોએ બોર્ડર સિક્યુરીટી ફોર્સની ટુકડી આવી હતી. જોકે 1000 જવાનોની ટુકડીમાં તમામના કોવિડ ગાઇડલાઇન લગત ટેસ્ટ કરવામાં આવતાં એકસાથે 20 જવાનો સંક્રમિત બન્યાં હોવાનું ખુલ્યુ છે. જેને લઇ આરોગ્ય તંત્રએ હરકતમાં આવી તમામ સંક્રમિત જવાનોને તાત્કાલિક અસરથી થરાદથી સ્કૂલમાં આઇસોલેટ કરવામાં આવ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ચોંક્યાં@બનાસકાંઠા: નાગાલેન્ડથી આવેલ BSFની ટુકડીને કોરોના ગ્રહણ, એકસાથે 20 જવાનો સંક્રમિત

બનાસકાંઠા જીલ્લાના સુઇગામમાં નાગાલેન્ડથી 1000 જવાનોની ટુકડી આવી હતી. આ તરફ કોવિડ ગાઈડલાઈન અને BSFના નિયમો મુજબ અન્ય રાજ્યમાંથી આવેલા તમામ જવાનોની આરોગ્ય ચકાસણી કરાઈ હતી. જેમાંથી કેટલાકને શંકાસ્પદ લક્ષણો જણાતાં આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ લઈ તપાસ અર્થે મોકલી આપ્યા હતા. જેમાંથી એકસાથે 20 જવાનોનો સંક્રમિત બન્યાં હોવાનું સામે આવ્યુ છે. જેને લઇ આરોગ્ય તંત્ર દ્રારા તાત્કાલિક તમામ અસરગ્રસ્ત જવાનોને થરાદની મોડેલ સ્કૂલમાં આઇસોલેટ કરાયા છે. આ સાથે સંક્રિમત જવાનોના સંપર્કમાં આવેલા તમામ જવાનો અને લોકોના સેમ્પલ લેવાની તજવીજ હાથ ધરાઈ છે.

દેશી ગાયનું ઘી બુક કરવા અહિં ક્લિક કરો