સર્વે@ગુજરાત: પુજા અને કર્મકાંડ ક્ષેત્રમાં કોરોના ફટકો, કલેક્ટરોને રીપોર્ટનો આદેશ

અટલ સમાચાર,સિધ્ધપુર (હર્ષલ ઠાકર) કોરોના મહામારી વચ્ચે પુજા અને કર્મકાંડ ક્ષેત્રમાં મોટો ફટકો પડ્યો હોઇ કલેક્ટરોને રીપોર્ટનો આદેશ થયો છે. ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પુજારી અને કર્મકાંડી બ્રાહ્મણોની વિગતો મંગાવાઈ છે. નોંધનિય છે કે, અગાઉ સરકારમાં રજૂઆતોને લઇ હવે ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડ પત્ર લખી કલેક્ટરોને જીલ્લાના તમામ મંદિરોમા કામ કરતા પૂજારીઓ અને જિલ્લામાં
 
સર્વે@ગુજરાત: પુજા અને કર્મકાંડ ક્ષેત્રમાં કોરોના ફટકો, કલેક્ટરોને રીપોર્ટનો આદેશ

અટલ સમાચાર,સિધ્ધપુર (હર્ષલ ઠાકર)

કોરોના મહામારી વચ્ચે પુજા અને કર્મકાંડ ક્ષેત્રમાં મોટો ફટકો પડ્યો હોઇ કલેક્ટરોને રીપોર્ટનો આદેશ થયો છે. ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પુજારી અને કર્મકાંડી બ્રાહ્મણોની વિગતો મંગાવાઈ છે. નોંધનિય છે કે, અગાઉ સરકારમાં રજૂઆતોને લઇ હવે ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડ પત્ર લખી કલેક્ટરોને જીલ્લાના તમામ મંદિરોમા કામ કરતા પૂજારીઓ અને જિલ્લામાં પૂજાપાઠ અને કર્મકાંડ ઉપર નભતા કર્મકાંડી બ્રાહ્મણોની સંખ્યા કેટલી થવા સંભવ છે. તેની તાલુકાવાર વિગતો પત્રક-1 અને પત્રક-2 માં ભરી દિન-2(બે)માં ભરી મોકલી આપવા જણાવાયુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સર્વે@ગુજરાત: પુજા અને કર્મકાંડ ક્ષેત્રમાં કોરોના ફટકો, કલેક્ટરોને રીપોર્ટનો આદેશ
જાહેરાત

ગુજરાતમાં કોરોના વાયરસના કહેર વચ્ચે થયેલા આર્થિક નુકશાનથી મંદિરના પૂજારીઓ અને કર્મકાંડી બ્રાહ્મણોની હાલત કફોડી બની જવા પામી છે. જેને લઇ પરિવારનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બની જવા પામ્યું છે. આથી સરકાર આવા ભૂદેવો માટે રાહત પેકેજ જાહેર કરે તેવું રાજ્યના વિવિધ બ્રહ્મ સંગઠનો સહિત રાજકીય,સામાજિક મહાનુભાવોએ સરકાર સમક્ષ રજૂઆત કરી હતી. આ સંદર્ભે પૂર્વ મંત્રી જયનારાયણભાઈ વ્યાસે પણ જે-તે સમયે સરકારને પત્ર પાઠવી રજુઆત કરી હતી. આ તમામ રજૂઆત ની સરકારે નોંધ લઇ કલેક્ટરોને પત્ર લખી સર્વે કરવા આદેશ કર્યો છે.