આશંકા@પાટણ: આરોગ્યમાં ભ્રષ્ટાચારની તપાસનો રીપોર્ટ, વિરોધાભાસી વચનો

અટલ સમાચાર, રાધનપુર સાંતલપુર તાલુકાના બે આરોગ્ય કેન્દ્રોમાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ સાથે રજૂઆત કરવામાં આવી હતી. આથી તેની તપાસ બાદ રીપોર્ટ જાણે અત્યંત સેન્સિટીવ હોય તેમ કેટલાય મહિનાઓથી વિલંબમાં મુકાયો છે. તપાસ રીપોર્ટની વિગતોને લઇ બે આરોગ્ય અધિકારીઓના મંતવ્યો વિરોધાભાસી હોવાનુ સામે આવ્યુ છે. મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીએ રીપોર્ટની વિગતો વિભાગીય નિયામક કક્ષાએ હોવાનુ જણાવ્યુ
 
આશંકા@પાટણ: આરોગ્યમાં ભ્રષ્ટાચારની તપાસનો રીપોર્ટ, વિરોધાભાસી વચનો

અટલ સમાચાર, રાધનપુર

સાંતલપુર તાલુકાના બે આરોગ્ય કેન્દ્રોમાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ સાથે રજૂઆત કરવામાં આવી હતી. આથી તેની તપાસ બાદ રીપોર્ટ જાણે અત્યંત સેન્સિટીવ હોય તેમ કેટલાય મહિનાઓથી વિલંબમાં મુકાયો છે. તપાસ રીપોર્ટની વિગતોને લઇ બે આરોગ્ય અધિકારીઓના મંતવ્યો વિરોધાભાસી હોવાનુ સામે આવ્યુ છે. મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીએ રીપોર્ટની વિગતો વિભાગીય નિયામક કક્ષાએ હોવાનુ જણાવ્યુ હતુ. તો બીજી તરફ વિભાગીય નિયામકે સમગ્ર બાબત સીડીએચઓ સમક્ષ હોવાનો ઘટસ્ફોટ કર્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

પાટણ જીલ્લાના સાંતલપુર તાલુકાના મઢુત્રા અને અબિયાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના વહીવટને લઇ અગાઉ સવાલો ઉભા થયા હતા. આથી સ્થાનિક અગ્રણીએ રોગી કલ્યાણ સમિતિની ગ્રાન્ટમાં ચોક્કસ મેડિકલ ઓફીસરે ભ્રષ્ટાચાર કર્યાની રજૂઆત કરી હતી. આથી જીલ્લા આરોગ્ય તંત્ર દ્રારા તપાસના આદેશ કરવામાં આવ્યા છે. જોકે તપાસ અધિકારીઓમાં ફેરબદલને અંતે રીપોર્ટ રજૂ કરી દેવાયો હતો. રીપોર્ટ સબમીટ થયાને મહિનાઓ વિતી જવા છતાં નિર્ણય અધ્ધરતાલ રહ્યો છે.

આશંકા@પાટણ: આરોગ્યમાં ભ્રષ્ટાચારની તપાસનો રીપોર્ટ, વિરોધાભાસી વચનો

સમગ્ર બાબતે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીને પુછતાં જણાવ્યુ હતુ કે, તપાસ રીપોર્ટ બાબતે વિભાગીય નિયામક કક્ષાએ વિગતો જાહેર થઇ શકે છે. જ્યારે ગાંધીનગર સ્થિત વિભાગીય નિયામક દિનકર રાવલે જણાવ્યુ હતુ કે, સીડીએચઓ તપાસ રીપોર્ટની વિગતો જણાવી શકવા સક્ષમ હોવા સાથે નિર્ણય પણ લઇ શકે છે. આવી સ્થિતિમાં બંને અધિકારીઓના નિવેદનો વિરોધાભાસી હોવાનુ સામે આવતા રીપોર્ટ શંકાસ્પદ અને સંવેદનશીલ હોવાના સવાલો ઉભા થયા છે.