સસ્પેન્ડ@અરવલ્લી: લીઝ ફાળવણીમાં ગેરરીતિ મામલે ભૂસ્તરશાસ્ત્રીની હકાલપટ્ટી

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ) અરવલ્લી જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી સસ્પેન્ડ થતાં ખાણ ખનીજ આલમમાં ખળભળાટ મચી ગયો છે. રેતીની લીઝ ફાળવણી દરમ્યાન ગેરરીતિ થઈ હોવાનું સિદ્ધ થતાં સર્વેયર બાદ જિલ્લ ભૂસ્તરશાસ્ત્રીની હકાલપટ્ટી કરવામાં આવી છે. છેલ્લા કેટલાક સમયથી ચાલતી તપાસને અંતે સસ્પેન્ડ કર્યાં બાદ ઉત્તર ગુજરાતમાં ચકચાર ફેલાઇ છે. હાલ અરવલ્લી અને અગાઉ મહેસાણા જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી
 
સસ્પેન્ડ@અરવલ્લી: લીઝ ફાળવણીમાં ગેરરીતિ મામલે ભૂસ્તરશાસ્ત્રીની હકાલપટ્ટી

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)

અરવલ્લી જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી સસ્પેન્ડ થતાં ખાણ ખનીજ આલમમાં ખળભળાટ મચી ગયો છે. રેતીની લીઝ ફાળવણી દરમ્યાન ગેરરીતિ થઈ હોવાનું સિદ્ધ થતાં સર્વેયર બાદ જિલ્લ ભૂસ્તરશાસ્ત્રીની હકાલપટ્ટી કરવામાં આવી છે. છેલ્લા કેટલાક સમયથી ચાલતી તપાસને અંતે સસ્પેન્ડ કર્યાં બાદ ઉત્તર ગુજરાતમાં ચકચાર ફેલાઇ છે.

હાલ અરવલ્લી અને અગાઉ મહેસાણા જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી એન.પી સંઘવી સસ્પેન્ડ થયા છે. લીઝ મામલે અરજીઓના નિકાલ દરમ્યાન ખોટું અર્થઘટન થયું હતું. જે મામલે સરકારને ધ્યાને આવતા વર્ષ 2016થી તપાસ હાથ ધરવામાં આવી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે, રેતીની લીઝ માટે અનેક અરજીઓ આવી હોવા છતાં એક જ અરજી આવ્યાનો રિપોર્ટ બનાવ્યો હતો. જેની તપાસ દરમ્યાન મંજૂરી હુકમ રદ્દ કરી જવાબદારો શોધી કાર્યવાહી માટે તજવીજ હાથ ધરી હતી. જેના પગલે અઠવાડિયા અગાઉ સર્વેયરને સસ્પેન્ડ કરાયા હતા.

એન.પી સંઘવી મહેસાણા જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી હતા તે વખતે સમગ્ર કૌભાંડ આચર્યાનું સામે આવ્યું હતું. આથી રાજ્ય સરકારે તપાસને અંતે સર્વેયર બાદ ભૂસ્તરશાસ્ત્રીની હકાલપટ્ટી કરતાં ઉત્તર ગુજરાત ખાણ ખનીજ આલમમાં ચકચાર મચી ગઇ છે. ઘટનાને પગલે લીઝ ધારકો, કોન્ટ્રાક્ટરો અને ખાણ ખનીજ કર્મચારીઓમાં મામલો ચર્ચાસ્પદ બન્યો છે.