સસ્પેન્ડ@ભાભર: ગંજબજારમાં ચોરીનો આક્ષેપ, સેક્રેટરી સહિત 4 ગેટઆઉટ

અટલ સમાચાર, સુઇગામ(દશરથ ઠાકોર) ભાભર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં અવાર-નવાર ચોરી મામલે બુમરાડ મચી હતી. જેને લઇ માર્કેટયાર્ડના સેક્રેટરી સહિત ત્રણ કર્મચારી સામે ગાજ પડતા ચકચાર મચી ગઇ છે. ગંજબજારના ચેરમેને એકસાથે ચાર કર્મચારીઓને આક્ષેપને પગલે સસ્પેન્ડ કર્યા છે. ચોરીના આક્ષેપનો સામનો કરતા સેક્રેટરી સહિતના ત્રણ કર્મચારી ગુનેગાર ઠરે તે પહેલા ચેરમેને ગેટઆઉટ કરતા સહકારી
 

અટલ સમાચાર, સુઇગામ(દશરથ ઠાકોર)

ભાભર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં અવાર-નવાર ચોરી મામલે બુમરાડ મચી હતી. જેને લઇ માર્કેટયાર્ડના સેક્રેટરી સહિત ત્રણ કર્મચારી સામે ગાજ પડતા ચકચાર મચી ગઇ છે. ગંજબજારના ચેરમેને એકસાથે ચાર કર્મચારીઓને આક્ષેપને પગલે સસ્પેન્ડ કર્યા છે. ચોરીના આક્ષેપનો સામનો કરતા સેક્રેટરી સહિતના ત્રણ કર્મચારી ગુનેગાર ઠરે તે પહેલા ચેરમેને ગેટઆઉટ કરતા સહકારી આલમમાં ખળભળાટ મચી ગયો છે.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

બનાસકાંઠા જીલ્લાના ભાભર ગંજબજારમાં કર્મચારીઓની ભુમિકાને લઇ થયેલી ગતિવિધિથી ગંભીર સવાલો ઉભા થયા છે. માર્કેટમાં ચોરી મામલે છેલ્લા કેટલાક સમયથી આક્ષેપો અને શંકાઓ વધી હતી. આ દરમ્યાન ગંજબજારના ચેરમેને ત્રણ કર્મચારીઓન સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેતા દોડધામ મચી ગઇ છે. આ સાથે ગંજબજારના સચિવ ગણાતા સેક્રેટરી પણ ચેરમેનના આદેશથી સસ્પેન્ડ થતાં જીલ્લાના કૃષિ અને સહકારી આલમમાં ચકચાર મચી ગઇ છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ભાભર માર્કેટયાર્ડમાં ચોરીનો મુદ્દો અત્યંત ચર્ચાસ્પદ બની ગયો હતો. જેમાં ગંજના કર્મચારીઓ સામે જ સંગીન આક્ષેપો હોઇ વહીવટી-રાજકીય ચર્ચાઓ વધી હતી. આ તમામ ગતિવિધી વચ્ચે ચોરીના ગુનેગારો પકડાય તે પહેલા ચેરમેને સેક્રેટરી સહિત ચાર કર્મચારીઓને ગેટઆઉટ કર્યા છે. ઘટનાને પગલે બનાસકાંઠા જીલ્લાના અન્ય ગંજબજારો અને મંડળીઓમાં ચોરી અને સસ્પેન્ડનો મુદ્દો ગરમાયો છે.