સસ્પેન્ડ@પોલીસ: શામળાજીની હદમાંથી દારૂ ઝડપાયા બાદ PSI ક્લિનબોલ્ડ

અટલ સમાચાર,ભિલોડા સ્ટેટ મોનિટરીંગ સેલ, ગાંધીનગર દ્રારા તાજેતરમાં શામળાજી પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં રેડ કરવામાં આવી હતી. જેમાં અગાઉ સસ્પેન્ડ થયેલ કોન્સ્ટેબલના ઘરમાંથી 2.46 લાખનો દારૂ ઝડપાઇ જતા ચકચાર મચી ગઇ હતી. જેની કાર્યવાહીના ભાગરૂપે શામળાજી પોલીસ સ્ટેશનના પીએસઆઇને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પોતાના હદ વિસ્તારમાંથી ગાંધીનગર સ્ટેટ સેલે દારૂ ઝડપી લેતા પીએસઆઇ ક્લિનબોલ્ડ થયા
 
સસ્પેન્ડ@પોલીસ: શામળાજીની હદમાંથી દારૂ ઝડપાયા બાદ PSI ક્લિનબોલ્ડ

અટલ સમાચાર,ભિલોડા

સ્ટેટ મોનિટરીંગ સેલ, ગાંધીનગર દ્રારા તાજેતરમાં શામળાજી પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં રેડ કરવામાં આવી હતી. જેમાં અગાઉ સસ્પેન્ડ થયેલ કોન્સ્ટેબલના ઘરમાંથી 2.46 લાખનો દારૂ ઝડપાઇ જતા ચકચાર મચી ગઇ હતી. જેની કાર્યવાહીના ભાગરૂપે શામળાજી પોલીસ સ્ટેશનના પીએસઆઇને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પોતાના હદ વિસ્તારમાંથી ગાંધીનગર સ્ટેટ સેલે દારૂ ઝડપી લેતા પીએસઆઇ ક્લિનબોલ્ડ થયા છે.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

અરવલ્લી જીલ્લાના શામળાજી પંથકના પહાડિયા ગામે ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલે રેડ કરી હતી. જેમાં અગાઉ સસ્પેન્ડ થયેલ પોલીસ કોન્સ્ટેબલ પ્રભુદાસ ડોડીયારના ઘરે તપાસ કરતા પોલીસ આલમમાં ખળભળાટ મચી ગયો હતો. સસ્પેન્ડ થયેલ કોન્સ્ટેબલના ઘરેથી 2.46 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લેવાયો હતો. આથી સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેથી પોલીસ બેડામાં ઘટનાને લઇ ચકચાર મચી છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, સ્ટેટ મોનીટરીંગ સેલે દારૂ ઝડપી લીધા બાદ શામળાજી પોલીસના પી.એસ.આઇ વિરૂધ્ધ પણ ગાજ પડી છે. ગૃહ વિભાગે શામળાજી પોલીસના પી.એસ.આઇ એસ.એચ.શર્માને સસ્પેન્ડ કર્યા છે. અગાઉ ઝડપાયેલ દારૂમાં ફરજની બેકાળજી સહિતના કારણોને ધ્યાને લઇ પી.એસ.આઇને સસ્પેન્ડ કરતા જીલ્લા પોલીસ આલમમાં ફફડાટ ફેલાયો છે. ઉલ્લેખનિય છે કે, અરવલ્લી જીલ્લા પોલીસમાં ઘટનાને લઇ દારૂ સામે કાર્યવાહી કરવામાં સર્તકતા વધશે.