સસ્પેન્સ@ચુંટણી: કોંગ્રેસના વ્હીપ સામે અલ્પેશ ઠાકોરનો પ્લાન, ક્રોસવોટીંગ ?

અટલ સમાચાર, ગીરીશ જોષી, મહેસાણા આગમી ટુંક સમયમાં રાજ્યસભાની ચુંટણી માટે બે સભ્યોના નામાંકન બાદ ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ હરકતમાં આવી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા અલ્પેશ ઠાકોર સહિતના તમામ કોંગી ધારાસભ્યોને વ્હીપ આપવાની તજવીજ હાથ ધરાઇ છે. ભાજપને રાજ્યસભામાં બહુમતી કરવી હોવાથી બંને બેઠકો જીતવી જરૂરી છે. જેથી અગાઉની જેમ ફરી એકવાર ક્રોસવોટીંગ થવાની
 
સસ્પેન્સ@ચુંટણી: કોંગ્રેસના વ્હીપ સામે અલ્પેશ ઠાકોરનો પ્લાન, ક્રોસવોટીંગ ?

અટલ સમાચાર, ગીરીશ જોષી, મહેસાણા

આગમી ટુંક સમયમાં રાજ્યસભાની ચુંટણી માટે બે સભ્યોના નામાંકન બાદ ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ હરકતમાં આવી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા અલ્પેશ ઠાકોર સહિતના તમામ કોંગી ધારાસભ્યોને વ્હીપ આપવાની તજવીજ હાથ ધરાઇ છે. ભાજપને રાજ્યસભામાં બહુમતી કરવી હોવાથી બંને બેઠકો જીતવી જરૂરી છે. જેથી અગાઉની જેમ ફરી એકવાર ક્રોસવોટીંગ થવાની સંભાવના છે. સમગ્ર મામલે અલ્પેશ ઠાકોરે ચોક્કસ રણનિતિ બનાવી છે.

અલ્પેશ ઠાકોરે ગત લોકસભા ચુંટણીમાં કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામુ આપી નારાજગી જાહેર કરી છે. જેની સામે કોંગ્રેસે પણ અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ્દ કરાવવા હાઇકોર્ટમાં રજુઆત કરી છે. બંને વચ્ચે નારાજગી ચરમસીમાએ હોવાથી રાજ્યસભાની ચુંટણીમાં અલ્પેશ ઠાકોરનો મત કોંગ્રેસના ઉમેદવારને મળશે કે કેમ ? તેને લઇ અત્યારથી જ રાજકીય ચર્ચા વધી ગઇ છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, અલ્પેશ ઠાકોર આગામી સમયમાં ભાજપમાં જોડાઇ શકે તેવી પ્રબળ સંભાવના છે. આવી સ્થિતિમાં રાજ્યસભા ચુંટણીમાં ક્રોસવોટીંગ મુદ્દે સસ્પેન્સ બન્યુ છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે, અલ્પેશ ઠાકોરને મંત્રી બનાવી ભાજપ રાજ્યસભા ચુંટણીમાં ક્રોસવોટીંગ કરાવી મોટો દાવ ખેલી શકે છે. આથી કોંગ્રેસને રાજ્યસભા ચુંટણીમાં અલ્પેશ ઠાકોરનો મત મળશે કે કેમ ? તેની સંભાવના ખુબ જ ઓછી હોવાનું માનવામાં આવી રહ્યુ છે.