આશંકા@કૌભાંડઃ વન વિભાગે ટેન્ડર વિના 1.50 કરોડની ખરીદી કરી, હડકંપ

અટલ સમાચાર, મહેસાણા, ગાંધીનગર વન વિભાગની સંશોધન સંસ્થાએ રેન્જ કચેરીઓ માટે રૂટ ટ્રેઈનર અને સ્ટેન્ડની ખરીદી ટેન્ડર વિના કરતા ખળભળાટ મચી ગયો છે. સરેરાશ 1.50 કરોડનો માલ સામાન ટેન્ડર વિના ભાવપત્રક મંગાવી અમદાવાદથી ખરીદી લેતા કૌભાંડની આશંકા બની છે. જેથી સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરવા સંશોધન કચેરીના વનસંરક્ષકને રજૂઆત કરવામાં આવી છે. ગાંધીનગર વન વિભાગ
 
આશંકા@કૌભાંડઃ વન વિભાગે ટેન્ડર વિના 1.50 કરોડની ખરીદી કરી, હડકંપ

અટલ સમાચાર, મહેસાણા, ગાંધીનગર

વન વિભાગની સંશોધન સંસ્થાએ રેન્જ કચેરીઓ માટે રૂટ ટ્રેઈનર અને સ્ટેન્ડની ખરીદી ટેન્ડર વિના કરતા ખળભળાટ મચી ગયો છે. સરેરાશ 1.50 કરોડનો માલ સામાન ટેન્ડર વિના ભાવપત્રક મંગાવી અમદાવાદથી ખરીદી લેતા કૌભાંડની આશંકા બની છે. જેથી સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરવા સંશોધન કચેરીના વનસંરક્ષકને રજૂઆત કરવામાં આવી છે.

આશંકા@કૌભાંડઃ વન વિભાગે ટેન્ડર વિના 1.50 કરોડની ખરીદી કરી, હડકંપ

ગાંધીનગર વન વિભાગ હેઠળની સંશોધન કચેરી દ્વારા વર્ષ 2018-19માં ભચાઉ, ગાંધીનગર, ડીસા, ભાવનગર, જૂનાગઢ, આર.એ., રાજકોટ, મહેસાણા સહિતની રેન્જ માટે રૂટ ટ્રેઈનર અને સ્ટેન્ડ ખરીદવામાં આવ્યા હતા. જેમાં સરેરાશ દોઢ કરોડનો માલ-સામાન જાહેર ટેન્ડર બહાર પાડ્યા વગર માત્ર ભાવપત્રક મંગાવી ખરીદી લેવાયો હતો.

આશંકા@કૌભાંડઃ વન વિભાગે ટેન્ડર વિના 1.50 કરોડની ખરીદી કરી, હડકંપ

સંશોધન કચેરીને અમદાવાદની સરસ્વતી ખાદી ગ્રામોદ્યોગ નામની સંસ્થાએ રૂટ ટ્રેઈનર અને સ્ટેન્ડ પુરા પાડ્યા છે. અરજદારની ફરિયાદમાં ખાદી ગ્રામોદ્યોગની સંસ્થા કેવી રીતે આ પ્રકારનો માલ-સામાન બનાવી શકે? આ સાથે ભાવપત્રકો અંગેનુ જાહેરનામું બહોળી પ્રસિદ્ધી ધરાવતા માધ્યમોમાં ન આપીને સેટીંગ કરી ત્રણ પાર્ટીના અગાઉથી નક્કી કરેલા ભાવો રજૂ કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ થયો છે.

ભાવપત્રક માટે સંસ્થા અને વેપારીને મોકલવામાં આવેલ નકલ સામે પ્રશ્નાર્થ

સૂત્રોએ જણાવ્યું હતું કે, સંશોધન કચેરી હેઠળની ગાંધીનગરમાં આવેલી રિસર્ચ આસીસ્ટન્ટ નામની રેન્જ કચેરી દ્વારા ઓક્ટોમ્બર 2018માં રૂટ ટ્રેઈનર સહિતનો જથ્થો ખરીદવા ભાવપત્રક મંગાવવામાં આવ્યા હતા. માલ-સામાનની વિગતો અને જથ્થા સામે ભાવપત્રક મોકલવાની નકલ કચેરીના નોટીસબોર્ડ, નાયબ વનસંરક્ષક અને મદદનીશ વનસંરક્ષકને જાણ સારૂ મોકલી હતી. જેમાં એક નકલ સંસ્થા અને વ્યાપારીને રવાના કરાઈ હતી. જોકે, રેન્જ કચેરી દ્વારા કયા વેપારી અને કઈ સંસ્થાને નકલ રવાના કરી તેનું નામ કે સરનામું ન હોવાથી ભ્રષ્ટાચારની આશંકા પ્રબળ બની છે.

માલ-સામાન મળ્યા પહેલા કર્યું ચુકવણું?

સંશોધન કચેરી દ્વારા રૂટ ટ્રેઈનર અને સ્ટેન્ડની ડિલીવરી મળ્યા પહેલા જ પેમેન્ટ કરી દેવામાં આવ્યું હોવાની વાત સામે આવી છે. અગાઉથી ચુકવણું કરી અને ડિલેવરી ન મળી તે બાબતની રજૂઆત કરતા તાત્કાલિક અસરથી રેન્જ કચેરીઓમાં માલ-સામાન પહોંચાડી દઈ ભીનુ સંકેલ્યુ હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે.

સરકારને નાણાકીય નુકસાન

વન વિભાગની સંશોધન સંસ્થાએ જો જાહેર ટેન્ડર બહાર પાડી રૂટ ટ્રેઈનર અને સ્ટેન્ડની ખરીદી કરી હોત તો જરૂરીયાત મુજબ ગુણવત્તાયુક્ત અને ચુકવેલ કિંમતથી પણ સસ્તા ભાવે ઉપલબ્ધ થઈ શકે તેમ હતું. આનાથી સરકારના લાખો રૂપિયાની રકમ બચાવી શકાતી હતી.

ઈન્ચાર્જ વનસંરક્ષકને ફરિયાદ દાખલ કરવા રજૂઆત

અરજદારે સમગ્ર બાબતે ખરીદ પ્રક્રિયામાં સરકારના નીતિ-નિયમો નેવે મૂકી જવાબદારો દ્વારા આચરવામાં આવેલ વ્યાપક ભ્રષ્ટાચાર સામે જોગવાઈઓ અનુસાર એફ.આઈ.આર. દાખલ કરાવવા અને ઉચાપત થયેલ નાણાની રિકવરી કરવા વનસંરક્ષકને રજૂઆત કરવામાં આવી છે.