સુઇગામ: વાયુ વાવાઝોડાના કહેરથી વાધપુરામાં 7 ગાયોના મોતથી ચકચાર

અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર) રાજ્યભરમાં વાયુ વાવાઝોડા નામનું સંકટ મંડરાઇ રહ્યું છે. જોકે હવે આ વાવઝોડું દરિયાકાંઠા પાસેથી ઓમાન તરફ જતું રહેવાનું છે. ત્યારે વાયુનાં સંકટની અસર ઓછી થઇ છે પરંતુ તેનો ખતરો ઓછો થયો નથી. પરંતુ ગત રાત્રે બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડયો હતો. જેને લઇ ખેડુતોને ભારે નુકશાન થયુ છે.
 
સુઇગામ: વાયુ વાવાઝોડાના કહેરથી વાધપુરામાં 7 ગાયોના મોતથી ચકચાર

અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર)

રાજ્યભરમાં વાયુ વાવાઝોડા નામનું સંકટ મંડરાઇ રહ્યું છે. જોકે હવે આ વાવઝોડું દરિયાકાંઠા પાસેથી ઓમાન તરફ જતું રહેવાનું છે. ત્યારે વાયુનાં સંકટની અસર ઓછી થઇ છે પરંતુ તેનો ખતરો ઓછો થયો નથી. પરંતુ ગત રાત્રે બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડયો હતો. જેને લઇ ખેડુતોને ભારે નુકશાન થયુ છે. સુઇગામના વાઘપુરામાં વાવઝોડા સાથે આવેલા વરસાદમાં 7 ગાયોના મોત નિપજતા પંથકમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

સુઇગામના વાઘપુરામાં ગત રાત્રે વાવાઝોડા સાથે આવેલા વરસાદના કારણે લક્ષ્મણભાઇ શિવાભાઇ રબારીની 7 ગાયોના મોત નિપજયા છે. જેને લઇ ખેડુતને ભારે નુકશાન થયુ છે. તો સાબરકાંઠા જીલ્લામાં પણ વીજ કરંટથી એક નંદીનું મોત નિપજયુ હોવાનું સામે આવ્યુ છે.