હોબાળો@ખેડબ્રહ્મા: યુવતિના ઘરેથી એકતરફી પ્રેમીની લાશ ખસેડાતા ગરમાવો

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ) ખેડબ્રહ્મા તાલુકાના નવાનાના ગામે મૃતક પ્રેમી યુવકની લાશ ભારે હોબાળા વચ્ચે ખસેડવામાં આવી છે. યુવતિના ઘરે તોડફોડ કરવાની કોશિસ દરમ્યાન પોલીસ દોડી જતા મહિલા સહિતના ટોળા સામે પોલીસે લાલ આંખ કરી હતી. પોલીસના વલણ ને પગલે ખેડબ્રહ્મા પોલીસ મથકે યુવક અને યુવતિના પરિવારજનો ભેગા થતા મામલો ગરમાયો હતો. ખેડબ્રહ્માના નવાનાના
 
હોબાળો@ખેડબ્રહ્મા: યુવતિના ઘરેથી એકતરફી પ્રેમીની લાશ ખસેડાતા ગરમાવો

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)

ખેડબ્રહ્મા તાલુકાના નવાનાના ગામે મૃતક પ્રેમી યુવકની લાશ ભારે હોબાળા વચ્ચે ખસેડવામાં આવી છે. યુવતિના ઘરે તોડફોડ કરવાની કોશિસ દરમ્યાન પોલીસ દોડી જતા મહિલા સહિતના ટોળા સામે પોલીસે લાલ આંખ કરી હતી. પોલીસના વલણ ને પગલે ખેડબ્રહ્મા પોલીસ મથકે યુવક અને યુવતિના પરિવારજનો ભેગા થતા મામલો ગરમાયો હતો.

ખેડબ્રહ્માના નવાનાના ગામના સત્યમ મહેશભાઈ ખોખરીયાની લાશ યુવતિના ઘરેથી ખેડબ્રહ્મા સિવીલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. મૃતક યુવકના પરિવારજનોએ અચાનક યુવતિના ઘરે હલ્લાબોલ કરવાનો પ્રયન્ત કરતા પોલીસમાં દોડધામ મચી ગઇ હતી. ખેડબ્રહ્મા પોલીસે યુવતિના ઘરમાં તોડફોડ તે પહેલા યુવકના પરિવારજનોની અટકાયત કરતા હોબાળો મચી ગયો હતો.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, પોલીસે યુવતિ સામે ફરીયાદ દાખલ કર્યા બાદ યુવકના પરિવારજનો સામે લાલ આંખ કરી યુવક ના અંતિમ સંસ્કાર કરવા સમજાવટ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે, ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં એકતરફી પ્રેમી યુવક અને યુવતિના સંબંધીઓ એકબીજા પ્રત્યે રોષે ભરાયા હતા.