T20 World cup: IND VS PAK મેચ પહેલાં વિરાટે જણાવ્યું કેવી રીતે હરાવશે પાકિસ્તાનને!

અટલ સમાચાર, ડેસ્ક ભારત સામે ટી-20 વિશ્વ કપમાં યોજાનારી ભારત-પાકિસ્તાન સામેની મેચ પાકિસ્તાનની ટીમ 24 ઑક્ટોબરના રોજ યોજાવાની છે. ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે કારણ કે 20 માર્ચ, 2021 ના રોજ ટીમ રેન્કિંગના આધારે ટીમોની પસંદગી કરવામાં આવી હતી. આ હાઇપ્રોફાઇલ મેચની પૂર્વ સંધ્યાએ કેપ્ટન કોહલીએ પોતાની રણનીતિન વિશે ચર્ચા કરી
 
T20 World cup: IND VS PAK મેચ પહેલાં વિરાટે જણાવ્યું કેવી રીતે હરાવશે પાકિસ્તાનને!

અટલ સમાચાર, ડેસ્ક

ભારત સામે ટી-20 વિશ્વ કપમાં યોજાનારી ભારત-પાકિસ્તાન સામેની મેચ પાકિસ્તાનની ટીમ 24 ઑક્ટોબરના રોજ યોજાવાની છે. ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે કારણ કે 20 માર્ચ, 2021 ના રોજ ટીમ રેન્કિંગના આધારે ટીમોની પસંદગી કરવામાં આવી હતી. આ હાઇપ્રોફાઇલ મેચની પૂર્વ સંધ્યાએ કેપ્ટન કોહલીએ પોતાની રણનીતિન વિશે ચર્ચા કરી છે. મેચના 24 કલાક પહેલાં પાકિસ્તાને પોતાની પ્લેઇંગ 12 સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે. જોકે, કેપ્ટન કોહલીએ હજુ સુધી ભારતના પત્તા નથી ખોલ્યા. કોહલીએ કહ્યું કે હું પ્લેઇંગ 11નો ખુલાસો નહીં કરુ પરંતુ સંતુલિત ટીમ હશે.

અટલ સમાચારપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કોહલીએ કહ્યું કે પાકિસ્તાનની ટીમ મજબૂત છે. તેમની સામે દરેક ખેલાડીએ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવુ પડશે. કોહલીએ પાકિસ્તાન સામે માઇન્ડ ગેમ રમતાં કહ્યું છે કે આપણી ઉપર માનસિક દબાણ નથી અમે ખાસ પ્લાનિંગ કર્યુ છે. પાકિસ્તાનને હલકામાં નહીં લઈ શકાય, જોકે, વિરાટે કહ્યું કે તેની પાસે ચોક્કસ રણનીતિ છે પાકિસ્તાન સામે રમવાની પરંતુ પાકિસ્તાને જેવી રીતે પ્લેઇંગ 12 જાહેર કરી તેવી રીતે કોહલીએ કહ્યુ હું ખેલાડીઓ વિશે વાત નહીં કરુ પરંતુ અમારી ટીમ સંતુલિત હશે. વિરાટ કોહલીએ વર્ચ્યૂલ પ્રેસ કોન્ફરન્સમાં હાર્દિક પંડ્યાની ફિટનેસ અંગે ખુલાસો કર્યો છે. તેણે કહ્યું કે હાર્દિકની ફિટનેસ ધીરે ધીરે બૉલિંગ માટે ઠીક થઈ રહી છે. તેમણે આઈપીએલમાં એક પણ બૉલ ફેંક્યો નથી ફક્ત બેટ્સમેન તરીકે જ ભાગ લીધો હતો. અમારી પાસે અનેક મજબૂત વિકલ્પ છે. હાર્દિક 6 નંબર પર મજબૂત સંતુલન રાખે છે આ જગ્યા રાતોરાત ભરવી સહેલી નથી.

ઉલ્લેખનીય છે કે આઈસીસીની ટુર્નામેન્ટમાં ભારતનું પાકિસ્તાન સામે પલડું ભારે જ રહે છે. હંમેશાની જેમ ભારત પાકિસ્તાન સામે દબાણમુક્ત થઈને રમે છે. વધુમાં આ વખતે ભારતની ટીમ સાથે ગુરૂ ધોની પણ છે. એમ.એસ.ધોનીના નેતૃત્ત્વમાં આ ટીમ ખૂબ સારું દેખાવ કરી ચુકી છ ત્યારે ભારતને આ ટુર્નામેન્ટમાં મેન્ટર ધોનીનો ખૂબ ફાયદો થવાની શક્યતા છે.કેપ્ટનશીપ છોડવાના નિર્યણ અંગે કોહલીને પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં કોહલીએ કહ્યું હતું કે મને લાગે છે કે મારે જે કહેવાનું હતું એ મેં કહી દીધું છે હું આ અંગે કોઈ મસાલો નહીં આપું. મારા મતે મારે જે કહેવાનું હતું એ હું કહી ચુક્યો છું.