તાગ@સુઈગામ: પાણીના અભાવે રખડતા ઢોર રામભરોસે, કંપાવી દે તેવી સ્થિતિ

અટલ સમાચાર, સુઈગામ અછતગ્રસ્ત સુઇગામ તાલુકાના ગામોમાં પીવાનું પાણી અને ઘાસચારો અત્યંત મુશ્કેલ બની રહ્યો છે. માણસો અને પાલતું પ્રાણીઓ માટે સ્થિતિ ખરાબ છે ત્યારે રખડતા ઢોર રામભરોસે મુકાયા છે. સરહદી વિસ્તારની સ્થિતિ જાણવા કોંગ્રેસ પ્રતિનિધિ મંડળે મુલાકાત લઈ વિકાસની વાતો ઉપર આકરા પ્રહારો કર્યા હતા. બનાસકાંઠા જિલ્લાનો મોટાભાગનો વિસ્તાર અર્ધદુષ્કાળની સ્થિતિનો સામનો કરી રહ્યો છે.
 
તાગ@સુઈગામ: પાણીના અભાવે રખડતા ઢોર રામભરોસે, કંપાવી દે તેવી સ્થિતિ

અટલ સમાચાર, સુઈગામ

અછતગ્રસ્ત સુઇગામ તાલુકાના ગામોમાં પીવાનું પાણી અને ઘાસચારો અત્યંત મુશ્કેલ બની રહ્યો છે. માણસો અને પાલતું પ્રાણીઓ માટે સ્થિતિ ખરાબ છે ત્યારે રખડતા ઢોર રામભરોસે મુકાયા છે. સરહદી વિસ્તારની સ્થિતિ જાણવા કોંગ્રેસ પ્રતિનિધિ મંડળે મુલાકાત લઈ વિકાસની વાતો ઉપર આકરા પ્રહારો કર્યા હતા. તાગ@સુઈગામ: પાણીના અભાવે રખડતા ઢોર રામભરોસે, કંપાવી દે તેવી સ્થિતિબનાસકાંઠા જિલ્લાનો મોટાભાગનો વિસ્તાર અર્ધદુષ્કાળની સ્થિતિનો સામનો કરી રહ્યો છે. આથી કોંગ્રેસ અગ્રણીઓએ માધપુરા, નેેેેસડા અને ભરડવા ગામોની મુલાકાત લીધી હતી. આ દરમ્યાન ભરડવાના ગ્રામજનોએ જણાવ્યું હતું કે, 11 ગામો વચ્ચે ઘાસડેપો છે પરંતુ પૂરતું ઘાસ આવતું નથી. જેને લઈ દરરોજ એકલ દોકલ રખડતી ગાયો મોતને ભેટે છે.

કોંગી આગેવાનોએ ભાજપના સત્તાધીશોને આડે હાથ લીધા હતા. સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, સરહદી વિસ્તારમાં લોકોને પીવાનું પાણી પૂરું પાડવા નિષ્ફળ સરકાર કયા મોઢે વિકાસની વાતો કરે છે? ગાયોના નામે મત માંગતી સરકાર પૂરતો ઘાસચારો પણ પૂરો પાડી શકી નથી ત્યારે સરકાર કયા મોઢે વિકાસનાં બણગાં ફૂંકે છે.

સરહદી ગામોની મુલાકાતમાં પરથી ભટોળ, દીનેશ ગઢવી, ડી.ડી.રાજપૂત, દુદાજી, વસરાજી ઠાકોર સહિતના કોંગ્રેસ અગ્રણીઓ જોડાયા હતા.