મોડાસાના ડુઘરવાડા અને મોટી મોયડી ગ્રામ પંચાયતના તલાટી સસ્પેન્ડ

અટલ સમાચાર,મોડાસા અરવલ્લી જિલ્લાના મોડાસાના ડુઘરવાડા અને મોટી મોયડી ગ્રામપંચાયતના તલાટી કમમંત્રી સામે ફરિયાદો ઉભી થતા તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ હાથ ધરાતા બંને તલાટી કસુરવાર હોવાનું સામે આવ્યુ હતું. જેથી જિલ્લા વિકાસ અધિકારીએ બંને તલાટીને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે. અરવલ્લી જિલ્લાના ડુઘરવાડાના સાગવા ગામે વહીવટી મંજૂરી વિના કુવો ઊંડો કરાવી રૂ.1.5લાખ રૂપિયાનું
 
મોડાસાના ડુઘરવાડા અને મોટી મોયડી ગ્રામ પંચાયતના તલાટી સસ્પેન્ડ

અટલ સમાચાર,મોડાસા

અરવલ્લી જિલ્લાના મોડાસાના ડુઘરવાડા અને મોટી મોયડી ગ્રામપંચાયતના તલાટી કમમંત્રી સામે ફરિયાદો ઉભી થતા તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ હાથ ધરાતા બંને તલાટી કસુરવાર હોવાનું સામે આવ્યુ હતું. જેથી જિલ્લા વિકાસ અધિકારીએ બંને તલાટીને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે.

અરવલ્લી જિલ્લાના ડુઘરવાડાના સાગવા ગામે વહીવટી મંજૂરી વિના કુવો ઊંડો કરાવી રૂ.1.5લાખ રૂપિયાનું વાઉચર કોન્ટ્રાક્ટરને ચુકવી ગેરરિતિ આચરવામાંઆવી હતી. જ્યારે મોટી મોયડી ગ્રામ પંચાયતના સેજાની પ્રાથમિક શાળાની વોલ દીવાલનું બે વાર ચુંકવણું કરી ગેરરિતિ આચરવામાં આવી હોવાનું તપાસમાં ખુલ્યુ હતું. જેથી અરવલ્લી જિલ્લા વિકાસ અધિકારીએ બંને તલાટીને ફરજ પરથી હટાવવાનો હુકમ કર્યો છે.

મોડાસાના ડુઘરવાડા અને મોટી મોયડી ગ્રામ પંચાયતના તલાટી સસ્પેન્ડ

મોડાસાની ડુઘરવાડા ગ્રામ પંચાયતમાં ફરજ દરમિયાન તલાટી કમ મંત્રી હાર્દિકા મનોજકુમાર ભટ્ટ દ્વારા સાગવા ગામે કુવો ઉડો કરવા માટે તા. 3-6-19ના સામાન્ય સભામાં ઠરાવ કરી મંજુરી મેળવવા કાર્યવાહી કરવામાં આવી હતી. જો કે આ કામ માટે મોડાસા તાલુકા વિકાસ અધિકારી દ્વારા મંજુરી આપવામાં આવી ન હતી. તલાટીએ તા. 20-09-2019નાવહીવટી મંજુરી માટે તાલુકા પંચાયત ખાતે વહીવટી માટે દરખાસ્ત કરી હતી. પરંતુ મંજુરી મળે તે પહેલા તા. 23-07-19ના રોજ વાઉચરથી 14200 રૂપિયાનું ચુકવણુ ચેક મારફતે કરી દેવામાં આવ્યુ હતું.

જ્યારે મેઘરજ તાલુકાની મોટી મોયડી ગ્રામ પંચાયતના તલાટી એસ.એસ.ખરાડી સામે શાાની કંપાઉન્ડ વોલના પેમેન્ટ મામલે ફરિયાદો ઉભી થતા તાલુકા વિકાસ અધિકારી દ્વારા તપાસ કરાઇ હતી. જેમાં કંપાઉન્ડ વોલનું બે વખત ચુકવણુ કર્યાનું સામે આવતા ડીડીઓને રીપોર્ટ કરાયો હતો. જેના આધારે તલાટી કમ મંત્રીને એક માસ નોટિસ સમયગાળો આપી સસ્પેન્ડ કરવાનો આદેશ કરાયો હતો.