તલોદઃ હરસોલ ખાતે હનુમાન જન્મોસવની ઉમંગભેર ઉજવણી કરાઈ

અટલ સમાચાર, સાબરકાંઠા તલોદ તાલુકાના હરસોલ ગામની વિઠ્ઠલનગર સોસાયટી ખાતે હનુમાન મંદિરે હનુમાન જન્મોસવ ની ભવ્ય ભકતી ભાવ પૂર્વક જ્યા ભારે હર્ષોલ્લાસ સાથે હનુમાન મંદિર ખાતે યજ્ઞ યોજાયો હતો. જેમાં અનેક માઈ ભકતો તથા ગ્રામ જનો પણ હાજર રહી દશૅનનો લાહવો લીધો હતો. આ વખતે મંદિરને સાફ સફાઇ કરી મંદિરને શણગાર વામા આવ્યુ હતુ. આ
 
તલોદઃ હરસોલ ખાતે હનુમાન જન્મોસવની ઉમંગભેર ઉજવણી કરાઈ

અટલ સમાચાર, સાબરકાંઠા

તલોદ તાલુકાના હરસોલ ગામની વિઠ્ઠલનગર સોસાયટી ખાતે હનુમાન મંદિરે હનુમાન જન્મોસવ ની ભવ્ય ભકતી ભાવ પૂર્વક જ્યા ભારે હર્ષોલ્લાસ સાથે હનુમાન મંદિર ખાતે યજ્ઞ યોજાયો હતો. જેમાં અનેક માઈ ભકતો તથા ગ્રામ જનો પણ હાજર રહી દશૅનનો લાહવો લીધો હતો. આ વખતે મંદિરને સાફ સફાઇ કરી મંદિરને શણગાર વામા આવ્યુ હતુ. આ હનુમાન જન્મોસવ દરમ્યાન યજ્ઞ ની પૂર્ણા હુતી પછી હનુમાનજીની આરતી ઉતારવામાં આવી હતી. આરતી સમયે સૌ કોઈ ભકતો હાજર રહી આરતીનો લાહવો લીધા બાદ પ્રસાદ સૌ કોઇને આપવામાં આવ્યો હતો.

આ સાથે સાંજના સમયે મહાપ્રસાદનુ પણ આયોજન હરસોલ નવચેતન યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યુ હતુ. હનુમાન જન્મોસવની ઉજવણીમાં યુવકો દ્વારા ખૂબ જ તૈયારીઓ કરવામાં આવી હતી. આ સાથે હનુમાન જન્મોસવની ભક્તો ભકતી મય બની રહેવા પામ્યા હતા.