તલોદઃ હરસોલમાં 41 ડીગ્રી તાપમાનમાં રસ્તાઓ સુમસામ બન્યા

અટલ સમાચાર, તલોદ તલોદ તાલુકાના હરસોલ પંથકમમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનો પ્રકોર બહુ જ ભયાનક રહેવા પામ્યો હતો હજુ પણ ગરમી ઓછી થવાનુ નામ નથી લઈ રહી તેવામા આજે મંગળવારે તાપમાન 41 ડીગ્રી રહેતા આજે હરસોલ માંથી પસાર થતો અમદાવાદ-મોડાસા હાઈવે રાત દિવસ વાહનોની અવર જવર ભરેલો રહેલો જોવા પામતો હોય છે. પરંતુ ગરમીના કારણે
 
તલોદઃ હરસોલમાં 41 ડીગ્રી તાપમાનમાં રસ્તાઓ સુમસામ બન્યા

અટલ સમાચાર, તલોદ

તલોદ તાલુકાના હરસોલ પંથકમમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનો પ્રકોર બહુ જ ભયાનક રહેવા પામ્યો હતો હજુ પણ ગરમી ઓછી થવાનુ નામ નથી લઈ રહી તેવામા આજે મંગળવારે તાપમાન 41 ડીગ્રી રહેતા આજે હરસોલ માંથી પસાર થતો અમદાવાદ-મોડાસા હાઈવે રાત દિવસ વાહનોની અવર જવર ભરેલો રહેલો જોવા પામતો હોય છે. પરંતુ ગરમીના કારણે રસ્તા સુમસામ બની રહેવા પામ્યો છે. લોકો આટલી ગરમીમાં કામ વગરનુ બહાર જવાનુ ટાળી રહ્યા છે. ગરમીના કારણે અનેક લોકો બિમાર પડી રહ્યો છે. અને લૂ લાગવાના બનાવ પણ દિવસેને દિવસે વધી રહ્યા છે.

હરસોલની આટલી ગરમીમાં બપોરના સમય અમુક ટાઈમે વિજળી ગુલ થઈ જવાના પણ બનાવ બનવા પામી રહ્યા છે. આજ કારણોસર ગ્રામ જનોને આટલી બધી ગરમીમાં પણ વગર વિજળી ગરમી સહન કરવી પડી રહી છે. આવા સમય માં ગુજરાત રાજ્યમાં જળસંકટ પણ ઉભુ થયુ છે. જેના કારણે અનેક ગામના લોકોને પીવાના પાણી માટે વલખાં મારવા પડી રહ્યા છે. અથવાતો ગામ થી દૂર પાણી લઈ આવવુ પડતુ હોય છે. હરસોલ ગામમાં જ ઉનાળા દરમ્યાન પાણીની તંગી વધારે પ્રમાણમાં રહેવા પામતી હોય છે. તેમ છતાં પણ આજ દિન સુધી વહીવટીતંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી રહી હોતી નથી.

રસ્તાઓ સુમસામ બનતા એકદમ બજારોમાં પણ ગ્રાહકો જોવા મળી રહ્યા નથી. અચાનક સુમસામ વાતાવરણ લાગી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી દરમ્યાન આવનારા દિવસોમાં તાપમાન ઓછું થવાનુ કહેવામાં આવ્યુ છે જેના કારણે આકરી ગરમી થી પ્રજાને થોડાક અંશે પ્રજા જનોનને કે વાહન ચાલકોને રાહત મલી શકે છે.