તાનારીરી@વડનગર: કોરોનાકાળે પાટનગરમાં જ એવોર્ડ અર્પણ, 2 મહિલા સંગીતજ્ઞ વિજેતા

અટલ સમાચાર, ગાંધીનગર સંગીત સામ્રાજ્ઞી બેલડીની સ્મૃતિમાં અપાતો રાજ્ય સરકારના તાના-રીરી એવોર્ડ-2020ના વિજેતાઓ જાહેર થયા છે. વડનગરમાં તાના-રીરી મહોત્સવના વિધિવત પ્રારંભ પૂર્વે ગાંધીનગરમાં મુખ્યમંત્રીના હસ્તે એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. સંગીત-ગાયન-વાદ્ય ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન માટે અનુરાધા પોંડવાલ અને વર્ષાબહેન ત્રિવેદીની પસંદગી થઇ છે. 2010થી તાના-રીરી એવોર્ડ દ્વારા સિધ્ધહસ્ત કલાકારોને સન્માનિત કરવાની પરંપરાની 10મી કડીમાં 2020-21ના
 
તાનારીરી@વડનગર: કોરોનાકાળે પાટનગરમાં જ એવોર્ડ અર્પણ, 2 મહિલા સંગીતજ્ઞ વિજેતા

અટલ સમાચાર, ગાંધીનગર 

સંગીત સામ્રાજ્ઞી બેલડીની સ્મૃતિમાં અપાતો રાજ્ય સરકારના તાના-રીરી એવોર્ડ-2020ના વિજેતાઓ જાહેર થયા છે. વડનગરમાં તાના-રીરી મહોત્સવના વિધિવત પ્રારંભ પૂર્વે ગાંધીનગરમાં મુખ્યમંત્રીના હસ્તે એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. સંગીત-ગાયન-વાદ્ય ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન માટે અનુરાધા પોંડવાલ અને વર્ષાબહેન ત્રિવેદીની પસંદગી થઇ છે. 2010થી તાના-રીરી એવોર્ડ દ્વારા સિધ્ધહસ્ત કલાકારોને સન્માનિત કરવાની પરંપરાની 10મી કડીમાં 2020-21ના તાના-રીરી એવોર્ડમાં 5 લાખનો પુરસ્કાર આપવામાં આવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગાંધીનગર ખાતે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તાના-રીરી એવોર્ડના વિજેતાઓનું સન્માન કર્યુ છે. વર્ષ 2020-21નો એવોર્ડ પાશ્વગાયિકા પદ્મશ્રી અનુરાધા પોંડવાલ અને મૂળ ભાવનગરના વર્ષાબહેન ત્રિવેદીને સંયુક્તપણે અર્પણ કરવામાં આવ્યા છે. આ એવોર્ડ અન્વયે રાજ્ય સરકાર દ્વારા રૂ.5 લાખનો પુરસ્કાર, તામ્રપાત્ર અને શાલથી બહુમાન કરવામાં આવે છે. કોરોના મહામારી હોઇ વડનગરને બદલે પાટનગરમાં જ એવોર્ડ આપી દેવામાં આવ્યા છે.

તાનારીરી@વડનગર: કોરોનાકાળે પાટનગરમાં જ એવોર્ડ અર્પણ, 2 મહિલા સંગીતજ્ઞ વિજેતા

સૂત્રોએ જણાવ્યું હતુ કે, 2010ના વર્ષથી સિધ્ધહસ્ત મહિલા ગાયક સંગીતજ્ઞ, વાદ્ય કલાકારોને તાના-રીરી એવોર્ડથી સન્માનિત કરવાની પરંપરા શરૂ થઇ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ પરંપરામાં વર્ષ-2020-21ના તાના-રીરી એવોર્ડ હેઠળ આજે ગાંધીનગરમાં વિજેતાઓને સન્માન્યાં છે. અનુરાધા પોંડવાલ અને વર્ષાબહેન ત્રિવેદીએ સંગીત-ગાયન ક્ષેત્રે આપેલા અમૂલ્ય પ્રદાનની પ્રશંસા કરી સીએમ રૂપાણીએ અનેક શુભેચ્છાઓ આપી હતી.

તાનારીરી@વડનગર: કોરોનાકાળે પાટનગરમાં જ એવોર્ડ અર્પણ, 2 મહિલા સંગીતજ્ઞ વિજેતા

નોંધનિય છે કે, દર વર્ષે મહેસાણા જીલ્લાના વડનગરમાં સંગીત મહોત્સવનું આયોજન તાના-રીરીની યાદમાં કરવામાં આવે છે. આ વર્ષે કોરોના મહામારી હોવાથી મુખ્યમંત્રીએ આ વર્ષનો તાના-રીરી એવોર્ડ વડનગરને બદલે ગાંધીનગરમાં અર્પણ કર્યો હતો. આ પ્રસંગે રમત-ગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના રાજ્યમંત્રી ઇશ્વરસિંહ પટેલ, સંગીત નાટ્ય અકાદમીના અધ્યક્ષ પંકજભાઇ ભટ્ટ, અધિક મુખ્ય સચિવ સી.વી.સોમ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનિય છે કે, આદ્યકવિ નરસિંહ મહેતાની બે દોહિત્રી તાના-રીરીના અમર સંગીત ઇતિહાસની સ્મૃતિ જનમાનસમાં સદાકાળ ઊજાગર રહે તેવા ઉદાત્ત ભાવ સાથે આ તાના-રીરી મહોત્સવ યોજાય છે.