તાંડવ@સમી: આરોગ્ય કેન્દ્રમાં ટોળેટોળાં ઉમટ્યાં, મરણનો આંક વધે તેમ હતો

અટલ સમાચાર, મહેસાણા સમી તાલુકાના ગુજરવાડા ગામે મોતનાં તાંડવ બાદ ખળભળાટ મચી ગયો છે. પાંચ મૃતકોને પોસ્ટમોર્ટમ માટે સમી આરોગ્ય કેન્દ્ર લાવવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળાં ઉમટ્યાં હોઇ ગામમાં સન્નાટો વ્યાપી ગયો છે. સંડાસના કુવામાં ગરકાવ થવાનો આંક વધે તેમ હોવાનું સામે આવતા દુર્ઘટના ભયાનક બની છે. પાટણ જિલ્લાના સમી તાલુકાના ગુજરવાડા
 
તાંડવ@સમી: આરોગ્ય કેન્દ્રમાં ટોળેટોળાં ઉમટ્યાં, મરણનો આંક વધે તેમ હતો

અટલ સમાચાર, મહેસાણા

સમી તાલુકાના ગુજરવાડા ગામે મોતનાં તાંડવ બાદ ખળભળાટ મચી ગયો છે. પાંચ મૃતકોને પોસ્ટમોર્ટમ માટે સમી આરોગ્ય કેન્દ્ર લાવવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળાં ઉમટ્યાં હોઇ ગામમાં સન્નાટો વ્યાપી ગયો છે. સંડાસના કુવામાં ગરકાવ થવાનો આંક વધે તેમ હોવાનું સામે આવતા દુર્ઘટના ભયાનક બની છે.

પાટણ જિલ્લાના સમી તાલુકાના ગુજરવાડા ગામે એકસાથે પાંચના મોત થતાં હાહાકાર મચી ગયો છે. પાંચ મૃતકોને સમી આરોગ્ય કેન્દ્ર ખાતે જ્યારે એકને ધારપુર મેડિકલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, સમી આરોગ્ય કેન્દ્રમાં ગામલોકો અને સગાંસંબંધીઓના ટોળેટોળાં ઉમટી રહ્યા છે. આ દરમ્યાન ઘટનાને પગલે પંથકમાં શોકનો માહોલ અને સન્નાટો છવાઈ ગયો છે.

સમગ્ર મામલે પોલીસે સમી મામલતદાર રણજીત મકવાણાએ જણાવ્યુ હતુ કે, સંડાસના કુવામાં મહિલા ગરકાવ થતાં એક પછી એક લાગણીના આવેશમાં પડ્યા હતા. જોકે કુવામાં ભયંકર ગેસ ગુંગળામણને પગલે બચી શક્યા નથી. વારાફરતી કુવામાં પડવાની સંખ્યા વધી શકતી હતી. જોકે વહીવટ તંત્રને જાણ થતાં પરિસ્થિતિ ઉપર કાબૂ મેળવી લેવાયો હતો.

સૌથી મહત્વની વાત એ સામે આવી છે કે, સંડાસના કુવાને પથ્થરની પાટ દ્વારા બંધ કરેલો હતો. જોકે વર્ષો જૂનું બાંધકામ હોવાથી પથ્થરની પાટ તૂટી હોવાથી મહિલા જેવા ઉપરથી પસાર થયા તેવા પડી ગયા હતા. આ દરમ્યાન વારાફરતી કુલ 6 ગરકાવ થતાં બાંધકામ તોડી પાંચ મૃતકોને બહાર કાઢી એકને બચાવી લેવાયા હતા.