ટેક્નોલોજીઃ AC વાળું હેલમેટ, માત્ર આટલી જ કિંમત અને આવી છે ખાસિયતો

અટલ સમાચાર, ડેસ્ક ભારત સરકારે સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં ટ્રાફિકને લઈને નવા નિયમો લાગૂ કર્યા છે. જેના આધારે ટુ વ્હીલર ચાલકે હેલમેટ પહેરવાની ફરજિયાત રહે છે. જો તમે હેલમેટ નથી પહેર્યુ તો તમને 1000 રૂપિયાનો દંડ થઈ શકે છે. તો હવે તમે આ નવું AC હેલમેટ પહેરીને દંડની સાથે ગરમીથી પણ બચી શકો છો. ટુુ વ્હીલર
 
ટેક્નોલોજીઃ AC વાળું હેલમેટ, માત્ર આટલી જ કિંમત અને આવી છે ખાસિયતો

અટલ સમાચાર, ડેસ્ક

ભારત સરકારે સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં ટ્રાફિકને લઈને નવા નિયમો લાગૂ કર્યા છે. જેના આધારે ટુ વ્હીલર ચાલકે હેલમેટ પહેરવાની ફરજિયાત રહે છે. જો તમે હેલમેટ નથી પહેર્યુ તો તમને 1000 રૂપિયાનો દંડ થઈ શકે છે. તો હવે તમે આ નવું AC હેલમેટ પહેરીને દંડની સાથે ગરમીથી પણ બચી શકો છો.

ટેક્નોલોજીઃ AC વાળું હેલમેટ, માત્ર આટલી જ કિંમત અને આવી છે ખાસિયતો
file photo

ટુુ વ્હીલર વાહન ચાલકોને માટે નવા ટ્રાફિક નિયમોમાં અનેક નિયમો લાગૂ પાડવામાં આવ્યા છે. હવે હેલમેટને લઈને લોકોની ડિમાન્ડ વધી રહી છે. લોકો હેલમેટ ખરીદવા લાઈનો લગાવી રહ્યા છે ત્યારે જો તમે પણ નવું હેલમેટ ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ એસી હેલમેટ ખરીદો. આ હેલમેટ તમને ગરમીથી પણ બચાવશે.

ટેક્નોલોજીઃ AC વાળું હેલમેટ, માત્ર આટલી જ કિંમત અને આવી છે ખાસિયતો

આ હેલમેટ બાઈકમાં વપરાતી બેટરીના પાવરથી કામ કરે છે. તેમાં મોબાઈલ રિચાર્જની પણ સુવિધા છે. હેલમેટની અંદર રિવર્સ થર્મો કપલિંગ, હીટ એક્સચેંજર્સ, કંટ્રોલર અને બ્લોઅર સામેલ છે. આ હેલમેટ પહેરીને બાઈક ચલાવવાથી માથું ઠંડું રહે છે. આ હેલમેટ માર્કેટમાં યોગ્ય કિંમતે મળી પણ રહ્યું છે. હેલમેટ અલગ અલગ ડિઝાઈનમાં બનાવવામાં આવ્યું છે. એસી હેલમેટની કિંમત 2000 રૂપિયાથી 3000 રૂપિયા રાખવામાં આવી છે. તેને લોકલ માર્કેટમાંથી કે પછી ઈ કોમર્સ વેબસાઈટ પરથી ખરીદી શકાય છે.