ટેક્નોલોજીઃ મોબાઇલની બેટરી શરીરની તંદુરસ્તી ઉપર અસર કરે છે, જાણો કેવી રીતે

અટલ સમાચાર, ડેસ્ક ટેક્નોલોજીએ માણસની લાઈસ્ટાઈલ પર કન્ટ્રોલ કરી લીધો છે. ફોનની બેટરીથી વ્યક્તિના મૂડમાં ફેરફાર આવે છે. તાજતેરમાં થયેલા એક રિસર્ચમાં આ વાત સામે આવી છે. લંડન યુનિવર્સિટીના માર્કેટિંગ રિસર્ચર્સ થોમસ રોબિન્સન અને અલ્ટો યુનિવર્સિટીના વૈજ્ઞાનિક ફિનલેન્ડના રિસર્ચમાં આ વાત સામે આવી છે. આ રિસર્ચ મુજબ, હંમેશાં ફુલ ચાર્જ બેટરી રાખતી વ્યક્તિ વધારે ઓર્ગેનાઇઝ્ડ
 
ટેક્નોલોજીઃ મોબાઇલની બેટરી શરીરની તંદુરસ્તી ઉપર અસર કરે છે, જાણો કેવી રીતે

અટલ સમાચાર, ડેસ્ક

ટેક્નોલોજીએ માણસની લાઈસ્ટાઈલ પર કન્ટ્રોલ કરી લીધો છે. ફોનની બેટરીથી વ્યક્તિના મૂડમાં ફેરફાર આવે છે. તાજતેરમાં થયેલા એક રિસર્ચમાં આ વાત સામે આવી છે. લંડન યુનિવર્સિટીના માર્કેટિંગ રિસર્ચર્સ થોમસ રોબિન્સન અને અલ્ટો યુનિવર્સિટીના વૈજ્ઞાનિક ફિનલેન્ડના રિસર્ચમાં આ વાત સામે આવી છે. આ રિસર્ચ મુજબ, હંમેશાં ફુલ ચાર્જ બેટરી રાખતી વ્યક્તિ વધારે ઓર્ગેનાઇઝ્ડ હોય છે. ફોનની બેટરી પર ધ્યાન ન રાખતા લોકોનું જીવન અસ્તવ્યસ્ત હોય છે.

ટેક્નોલોજીઃ મોબાઇલની બેટરી શરીરની તંદુરસ્તી ઉપર અસર કરે છે, જાણો કેવી રીતે

આ રિસર્ચ 23થી 57 વર્ષની વયના 22 લોકો પર કરવામાં આવ્યું હતું. આ તમામ લોકો ક્યાંક જવા માટે 60થી 180 મિનિટનો સમય લેતા હોય છે. આ લોકો પોતાના મુકામથી 10 કિલોમીટર દૂર હોય અને રસ્તામાં 10 સ્ટોપેજ હોય તો તેની સરખામણી બેટરી સાથે કરે છે. ફોનની બેટરી ઓછી થતાં તે લોકોને ફોન ચાર્જ કરવા માટે પ્રેરિત કરે છે. ફોનની બેટરી ચાર્જ કરવાના હેતુથી લોકો પોતાના મુકામ સુધી વહેલી તકે પહોંચવાનો પ્રયત્ન કરે છે.

આ રિસર્ચમાં પુરવાર થયું કે, ફોનની બેટરી ફુલ ચાર્જ હોય તો, લોકો હકારાત્મક રહે છે. બેટરી ફુલ ધરાવતા લોકો કોઈ પણ ટેન્શન વગર કામ કરી શકે છે. ઓછી અને 50% બેટરી ધરાવતા લોકોમાં નકારાત્મકતા જોવા મળે છે. આ રિસર્ચમાં સામેલ લોકોને પૂછવામાં આવ્યું હતું કે, દિવસના અંતે તેઓ પોતાના ફોન ને જોઈને કેવું મહેસૂસ કરતા હોય છે. રિસર્ચમાં સામેલ લોકો મુજબ ફુલ બેટરી જોવાથી આનંદ મળે છે જ્યારે 50% થી ઓછી બેટરી જોવાથી ચિંતા ઉત્પન્ન થાય છે. ફોનની બેટરી 30%થી ઓછી થવાથી ચિંતા વધી જાય છે.

ટેક્નોલોજીઃ મોબાઇલની બેટરી શરીરની તંદુરસ્તી ઉપર અસર કરે છે, જાણો કેવી રીતે
file photo

રિસર્ચર્સના કહેવા અનુસાર આ રિસર્ચનાં પરિણામ દર્શાવે છે કે આપણે મોબાઈલ પર કેટલા નિર્ભર બન્યા છીએ. ડો. રોબિન્સન જણાવે છે કે, ‘જે લોકોની બેટરી હંમેશાં ફુલ રહે છે અથવા જે લોકો વારંવાર પોતાના ફોનની બેટરી ચેક કરતા હોય છે, તે લોકો પોતાની જીવનશૈલી સારી રીતે મેનેજ કરી શકે છે.