ટેક્નોલોજીઃ DTH યૂઝર માટે ઓફર, રૂ.4માં  જુઓ પોતાની પસંદગી ચેનલ

અટલ સમાચાર, ડેસ્ક DTH યૂઝરો માટે એક સારા સમાચાર છે. લીડિંગ ડીટીએચ ઓપરેટર Dish TV પોતાના યૂઝરો માટે ‘Dish TV Mega Entertainment Sale’ સેલ લઈને આવ્યું છે. સેલમાં કંપની 4 રૂપિયા મહિનાના ભાડા પર એક્ટિવ સર્વિસની ઓફર કરી રહી છે. 28 ઓગસ્ટથી શરૂ થયેલા આ સેલનો આજે છેલ્લો દિવસ છે. આવો ડીટેઇલમાં જાણીએ આ ઓફર
 
ટેક્નોલોજીઃ DTH યૂઝર માટે ઓફર, રૂ.4માં  જુઓ પોતાની પસંદગી ચેનલ

અટલ સમાચાર, ડેસ્ક

DTH યૂઝરો માટે એક સારા સમાચાર છે. લીડિંગ ડીટીએચ ઓપરેટર Dish TV પોતાના યૂઝરો માટે ‘Dish TV Mega Entertainment Sale’ સેલ લઈને આવ્યું છે. સેલમાં કંપની 4 રૂપિયા મહિનાના ભાડા પર એક્ટિવ સર્વિસની ઓફર કરી રહી છે. 28 ઓગસ્ટથી શરૂ થયેલા આ સેલનો આજે છેલ્લો દિવસ છે. આવો ડીટેઇલમાં જાણીએ આ ઓફર વિશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ડિશ ટીવી મેગા એન્ટરટેઇનમેન્ટ ઓફર હજુ લાઇવ છે. તેમાં કંપની 4 રૂપિયાના મહિનાના ભાડા પર યૂઝરોને કુલ 20 એક્ટિ સર્વિસમાંથી પોતાની પસંદગીની સર્વિસ ચૂંટવાની તક આપી રહી છે. ડિશ ટીવીની એક્ટિવ સર્વિસનો ટાર્ગેટ છે તે યૂઝરને એક્ટિવ કરવાની સાથે તેમની લાઇફ સ્ટાઇલને સારી કરે આ સર્વિસની સાથે યૂઝર ઘણી નવી સ્કિલ્સને શીખી શકે છે. સામાન્ય રીતે યૂઝરને આ સર્વિસ 5.6 રૂપિયા પ્રતિ દિવસના હિસાબથી મળે છે, પરંતુ આ ખાસ ઓફર હેઠળ તેને 4 રૂપિયાના મહિનાના ભાડા પર ઓફર કરવામાં આવી રહી છે.

જો તમને કુકિંગનો શોખ છે તો 4 રૂપિયાના મહિનાના ભાડા પર કુકિંગ એક્ટિવ ચેનલને સબ્સક્રાઇબ કરી શકો છો. જો તમે કોઈ એક્ટિવ ચેનલને સબ્સક્રાઇબ કરાવવા ઈચ્છો છો તો તમારે માત્ર પોતાના રજીસ્ટર કરાયેલા મોબાઇલ નંબરથી 1800-270-0283 પર મિસ્ડકોલ કરવો પડશે.

ડિશ ટીવી પોતાના યૂઝરોને ઘણી અન્ય એક્ટિવ ચેનલ પણ ઓફર કરી રહી છે. આ એક્ટિવ ચેનલનો પ્રયાસ છે કે તે યૂઝરને રસપ્રદ કન્ટેન્ટ દેખાડે. જો તમને મૂવીનો શોખ છે તો તમે મૂવી એક્ટિવને સબ્સક્રાઇબ કરી શકો છો. આ રીતે જો તમે કોમેડી પસંદ કરો છો તો તમારા માટે કોમેડી એક્ટિવનો વિકલ્પ હાજર છે. ડિશ ટીવીની મોટા ભાગની ચેનલ Shemarooથી પાવર્ડ છે અને તેથી તેના કન્ટેન્ટની ક્વોલિટી પણ ખુબ સારી છે.