ટેક્નોલોજીઃ ટાટા મોટર્સે લોન્ચ કરી Tata Nexon ની ઈલેક્ટ્રિક કાર, જાણો કિંમત અને ફીચર્સ

અટલ સમાચાર, ડેસ્ક દેશની દરેક ઓટો કંપનીઓએ વર્તમાન સમયમાં લગભગ પોતાના ઈલેક્ટ્રિક વર્ઝન વાહનોની લોન્ચિંગ શરૂ કરી દીધી છે. જે હેઠળ હવે ટાટા મોટર્સે પણ પોતાની ઈલેક્ટ્રિક કાર Nexon EVને લોન્ચ કરી છે. જે દરમિયાન ટાટા સન્સના ચેરમેન અને ચંદ્રશેખરને સિવાય રતમ ટાટા પણ હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, Nexon EV અનાવરણન 19 ડિસેમ્બર
 
ટેક્નોલોજીઃ ટાટા મોટર્સે લોન્ચ કરી Tata Nexon ની ઈલેક્ટ્રિક કાર, જાણો કિંમત અને ફીચર્સ

અટલ સમાચાર, ડેસ્ક

દેશની દરેક ઓટો કંપનીઓએ વર્તમાન સમયમાં લગભગ પોતાના ઈલેક્ટ્રિક વર્ઝન વાહનોની લોન્ચિંગ શરૂ કરી દીધી છે. જે હેઠળ હવે ટાટા મોટર્સે પણ પોતાની ઈલેક્ટ્રિક કાર Nexon EVને લોન્ચ કરી છે. જે દરમિયાન ટાટા સન્સના ચેરમેન અને ચંદ્રશેખરને સિવાય રતમ ટાટા પણ હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, Nexon EV અનાવરણન 19 ડિસેમ્બર 2019ના રોજ કરવામાં આવ્યું હતું.

આ કારની શરૂઆતની કિંમત 13.99 લાખ રૂપીયા છે, જ્યારે ટોપ વેરિન્ટમાં કારની કિંમત 15.99 લાખ રૂપીયા છે. ઉલ્લેખનીય છે કે, Tata Nexon EV ત્રણ વેરિયન્ટ (XM, XZ+ और XZ+ LUX)માં ઉપલબ્ધ હશે. માત્ર 21 હજાર બુકિંગ કિંમત

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ કારની બુકિંગ કિંમત 21 હજાર રૂપીયા રાખવામાં આવી છે. જો તમે પણ આ કારને ખરીદવામાં રૂચિ ધરાવી રહ્યા છો તો, કંપનીની વેબસાઈટ પર જઈને 21 હજાર રૂપીયામાં બુક કરી શકો છો.

આ કારના ફીચર્સની વાત કરીએ તો, આ કારમાં 2 મોડ ડ્રાઈવ અને સ્પોર્ટ્સ મળશે, સાથે જ Tata Nexon EVમાં 30.2 kwh ની લીથિયમ બેટરી પણ મળશે. આ કારની ઈલેક્ટ્રિક મોટર 95kw એટલે કે, 129hpનો પાવર અને 245nmનો ર્ટાર્ક આપશે. આ કાર 9.9 સેકન્ડમાં 100 કિલોમીટર પ્રતિ કલાકની રફ્તાર પકડી શકે છે. સાથે જ આ કારને 10 લાખ km સુધી ટેસ્ટ પણ કરવામાં આવી છે. ટાટા મોટર્સે દાવો કર્યો છે કે, નેક્સોન ઈલેક્ટ્રિક એક વખત ફુલ ચાર્જ થયા બાદ 312 કિલોમીટર સુધી ચાલશે.

Nexon EVની આ છે ખાસ વાત

કુલ લંબાઈ- 3994 mm
કુલ પહોળાઈ- 181 mm
કુલ ઉંચાઈ- 1607 mm
વ્હીલબેસ- 2498 mm
સીટિંગ કેપિસિટી- 5
ફાસ્ટ ચાર્જિગ ટાઈમ- 60 મિનિટ
રેગ્યુલર ચાર્જિંગ ટાઈમ- કલાક
બ્રેક્સ ફ્રંટ- ડિસ્ક, બ્રેક્સ રિયર- ડ્રમ
વ્હીલ- 16 ઈંચ
Altroz લોન્ચીંગ હાલમાં જ થઈ

ઉલ્લેખનીય છે કે, છેલ્લા અઠવાડિયામાં જ ટાટા મોટર્સની પ્રીમિયમ હેચબેક Tata Altrozની લોન્ચિંગ કરવામાં આવી હતી. દિલ્હીમાં આ કારની શરૂઆતી કિંમત 5.29 લાખ રૂપીયા છે, સાથે જ ટોપ વેરિયન્ટની કિંમત 9.39 લાખ રૂપીયા છે. આ કારની સ્પર્ધા મારૂતિ સુજુકીની બલેનો અને હુંડઈ એલીયા i20 સાથે થશે. આ લોન્ચીંગ થકી ટાટા મોટર્સે ઈન્ડિયન પેસેન્જર વીકલ્જ માર્કેટનો 70 ટકા ભાગ કવર કરી લીધો છે.