ટેક્નોલોજીઃ WhatsApp Chatનો કલર અને ડિઝાઇન બદલાશે, જાણો વધુ

અટલ સમાચાર, ડેસ્ક Whatsapp અનેકવાર યૂઝર્સ માટે નવા-નવા ફીચર લાવે છે અને હવે તે એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે. WABetaInfoથી મળેલી જાણકારી મુજબ, આ નવું ફીચર ચેટ ડિઝાઇન સાથે જોડાયેલું છે, જે ડાર્ક મોડ માટે આવશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વોટ્સએપ ડાર્ક મોડ માટે નવો બબલ કલર ટેસ્ટ કરી રહ્યું છે,
 
ટેક્નોલોજીઃ WhatsApp Chatનો કલર અને ડિઝાઇન બદલાશે, જાણો વધુ

અટલ સમાચાર, ડેસ્ક

Whatsapp અનેકવાર યૂઝર્સ માટે નવા-નવા ફીચર લાવે છે અને હવે તે એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે. WABetaInfoથી મળેલી જાણકારી મુજબ, આ નવું ફીચર ચેટ ડિઝાઇન સાથે જોડાયેલું છે, જે ડાર્ક મોડ માટે આવશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વોટ્સએપ ડાર્ક મોડ માટે નવો બબલ કલર ટેસ્ટ કરી રહ્યું છે, જેને આવનારા સમયમાં લૉન્ચ કરવામાં આવશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

WABetaInfoના ટ્વિટથી જાણી શકાય છે કે નવું ફીચર iOS અને એન્ડ્રોઇડ બંને યૂઝર્સ માટે આવશે. કહેવામાં આવી રહ્યું છે કે હાલ તેની કોઈ રિલીઝ ડેટ જાહેર નથી કરવામાં આવી. આ ફીચર હાલ ડેવલપમેન્ટ સ્ટેજમાં છે. મળતી માહિતી મુજબ સ્ક્રીનશોટ iOSનો છે, અને આવી જ ડિઝાઈન એન્ડ્રોઇડમાં પણ દેખાશે. શું છે આ ફીચર? – જ્યારે વોટ્સએપ પર યૂઝર ડાર્ક મોડ એક્ટિવ કરશે તો આઉટગોઇંગ બબલનો કલર બદલાયેલો જોવા મળશે. આ હાલના બબલથી કેવી રીતે અલગ હશે.

ટેક્નોલોજીઃ WhatsApp Chatનો કલર અને ડિઝાઇન બદલાશે, જાણો વધુ

આ બ્લોગમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે હાલ તે સ્પષ્ટ નથી થયું કે Whatsappનો આવું કરવાનો ઉદ્દેશ્ય શું છે. સાથોસાથ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે શક્ય છે કે આવનારા સમયમાં વોટ્સએપ વધુ અનેક કલરના બબલ રજૂ કરશે.