ટેક્નોલોજીઃ Whatsappમાં 2021ના નવા વર્ષે એડ કરાશે આ નવું ફિચર

અટલ સમાચાર, ડેસ્ક Whatsapp આજકાલ લોકો માટે એક અનિવાર્ય બની ગયું છે. તેમાં પણ કોરોના અને વર્ક ફ્રોમ હોમના લીધે વોટ્સએપની જરૂરિયાત વધી છે . તેવા સમયે આગામી વર્ષમા વોટ્સએપ વધુ યુઝર્સ ફ્રેન્ડલી થવા માટે નવા ફિચર એડ કરવા જઇ રહ્યું છે. વેબ વર્ઝનમાં એડ કરાશે કોલિંગ ફિચર જેમાં વોટ્સએપ નવા વર્ષથી વોટ્સએપમા વર્ઝન
 
ટેક્નોલોજીઃ Whatsappમાં 2021ના નવા વર્ષે એડ કરાશે આ નવું ફિચર

અટલ સમાચાર, ડેસ્ક

Whatsapp આજકાલ લોકો માટે એક અનિવાર્ય બની ગયું છે. તેમાં પણ કોરોના અને વર્ક ફ્રોમ હોમના લીધે વોટ્સએપની જરૂરિયાત વધી છે . તેવા સમયે આગામી વર્ષમા વોટ્સએપ વધુ યુઝર્સ ફ્રેન્ડલી થવા માટે નવા ફિચર એડ કરવા જઇ રહ્યું છે.

 

વેબ વર્ઝનમાં એડ કરાશે કોલિંગ ફિચર

જેમાં વોટ્સએપ નવા વર્ષથી વોટ્સએપમા વર્ઝન માં વોઇસ અને ઓડિયો કોલની સુવિધા શરૂ કરશે. જેના લીધે ગૂગલ મીટ અને જુમને પણ ટક્કર આપશે. આ અંગેનું ટેસ્ટિંગ થયું છે. હાલમાં કેટલાક બીટા યુજર્સ તેનો ઉપયોગ કરી રહ્યા છે. જેની માટે એક વિન્ડો પોપ ઓપ્શન આપવામાં આવશે જેમાં કોલ રિસીવ અને રિજેક્ટનું ઓપ્શન હશે
મલ્ટીપલ પેસ્ટ

વોટ્સએપમા હવે આઇઑએસ યુઝર્સ માટે ટૂંક સમયમાં જ એક સાથે અનેક મીડિયા ફાઇલ સિલેકટ કરવાનું ઓપ્શન હશે. જેમાં એક યુઝર્સ અનેક ફોટો અને વિડીયો કોપી પેસ્ટ કરી શકશે. એક સાથે ઘણા પ્રકારની મીડિયા ફાઇલ શેર કરી શકાશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

નવો પોલિસી પણ થશે લાગુ

નવા વર્ષમાં વોટ્સએપ માટે નવી પોલિસી લાગુ થશે. જેમાં યુઝર્સ ને વોટ્સએપની નવી ટર્મ અને પ્રાઈવેસી પોલિસીને એગ્રી કરવી પડશે. જો યુઝર્સ તેની સાથે સહમત નહિ થાય તો તેમનું વોટ્સએપ એકાઉન્ટ ડિલીટ કરવામાં આવશે. રિપોર્ટ અનુસાર 8 ફેબ્રુઆરી 2021ના રોજ વોટસએપ પોતાની ટર્મ ઓફ સર્વિસ અપડેટ કરશે. વોટ્સએપના નવા ફીચર્સ અને અપડેટ ટ્રેક કરનારી સાઇટ WABETAINFO એ વોટ્સએપ ની નવી શરતોનો સ્ક્રીનશૉટ શેર કર્યો છે.