ટેક્નોલોજીઃ WhatsApp પર ચેટિંગ સાથે, મ્યુચ્યુઅલ ફંડ પણ ખરીદી શકાશે

અટલ સમાચાર, ડેસ્ક મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માંગો છો, પરંતુ તમને તેમાં ઝંઝટ લાગે છે તો તમારી આ મુશ્કેલી દૂર થઇ છે. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું હવે એટલું જ સરળ થઇ ગયું છે જેમ કે WhatsApp પર ચેટિંગ કરવું. Axis AMCએ તેમના ગ્રાહકો માટે WhatsAppથી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની શરૂઆત કરી છે. જો તમને ફંડ
 
ટેક્નોલોજીઃ WhatsApp પર ચેટિંગ સાથે, મ્યુચ્યુઅલ ફંડ પણ ખરીદી શકાશે

અટલ સમાચાર, ડેસ્ક

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માંગો છો, પરંતુ તમને તેમાં ઝંઝટ લાગે છે તો તમારી આ મુશ્કેલી દૂર થઇ છે. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું હવે એટલું જ સરળ થઇ ગયું છે જેમ કે WhatsApp પર ચેટિંગ કરવું. Axis AMCએ તેમના ગ્રાહકો માટે WhatsAppથી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની શરૂઆત કરી છે. જો તમને ફંડ હાઉસથી કોઇ ફરિયાદ છે તો તેને પણ તમે WhatsAppથી કરી શકો છો. નો દાવો છે કે, રોકાણકારને રિયલ ટાઇમ રિઝોલ્યૂશન મળે છે. એટલે કે ફરિયાદ પર તાત્કાલીક કાર્યવાહી થશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

Axis AMCના રોકોણકાર WhatsApp દ્વારા કંપનીના મ્યુચ્યુઅલ ફંડની કોઇપણ સ્કીમમાં SIP અથવા સંપૂર્ણ રોકાણ કરી શકે છે. રજિસ્ટર્ડ રોકાણકારોને મ્યુચ્યુઅલ ફંડની કોઇપણ સ્કીમ વિશે કોઇપણ જાણકારી પણ WhatsApp પર મળી રહેશે. જેથી તેમણે જાણ હોય કે તેઓ જે સ્કીમમાં રોકાણ કરે છે તેનું પર્ફોર્મન્સ કેવું છે. જેથી તેમને રોકાણ કરવામાં સરળતા રહેશે. WhatsApp પર મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણની સંપૂર્ણ પ્રક્રિયા માત્ર ગણતરીનો મિનિટોમાં પૂરી થાય છે. ત્યારબાદ રોકાણકારને એક કન્ફર્મેશન મેસેજ પણ મળે છે.

Axis AMCએ તેમના રોકાણકારોની સરળતા માટે જેઓ WhatsAppથી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માંગે છે, એક WhatsApp નંબર ‘7506771113’ જારી કર્યો છે. આ નંબર પર તમારે તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પરથી માત્ર ‘Hi’ લખી WhatsApp મેસેજ કરવાનો છે. ત્યારબાદ તમારી રોકાણની પ્રક્રિયા શરૂ થઇ જશે. Axis AMCની WhatsApp Chatbot સર્વિસમાં રોકાણકારોને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા ઉપરાંત અન્ય ઘણી સુવિધાઓ મળે છે. રોકાણકારે જે ફંડમાં પૈસા લગાવ્યા છે તેની નેટ એસેટ વેલ્યૂ (NAV) ચેક કરી શકે છે. પોતાના પોર્ટપોલિયો વેલ્યૂએશનને પણ શેર કરી શકે છે. રોકાણકાર તેની SIPs ટ્રાન્જેક્શનનું સ્ટેટસ ચેક કરી શકે છે, એટલે કે SIPની ખરીદી, વેચાણનું સ્ટેટસ જાણી શકે છે. આ ઉપરાંત તે ઇચ્છે તો પોતાના ઇમેઇલ આઇડી પર એકાઉન્ટ સ્ટેટમેન્ટ પણ મંગાવી શકે છે.