ટેક્નોલોજીઃ કોઇ પણ બટન દબાવ્યા વગર ATMથી પૈસા ઉપાડી શકાશે

અટલ સમાચાર,ડેસ્ક કોરોના વાયરસના આ સમયમાં શારિરીક દૂરી અને સેનેટાઇજેશન ખૂબ જ મહત્વના છે. પર્યાપ્ત સેનેટાઇજેશન અને જાગૃતતાના અભાવમાં એટીએમ મશીનના માધ્યમથી સંક્રમણનો ખતરો વધી શકે છે. તેવામાં કોન્ટેક્ટલેસ એટીએમ મશીન ગ્રાહકો માટે ફાયદાકારક સાબિત થશે. કોરોના વાયરસ સંક્રમણથી ગ્રાહકો સુરક્ષિત રહે તે માટે બેંક પણ કમર કસી લીધી છે. જલ્દી જ દેશના અનેક મોટી
 
ટેક્નોલોજીઃ કોઇ પણ બટન દબાવ્યા વગર ATMથી પૈસા ઉપાડી શકાશે

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના વાયરસના આ સમયમાં શારિરીક દૂરી અને સેનેટાઇજેશન ખૂબ જ મહત્વના છે. પર્યાપ્ત સેનેટાઇજેશન અને જાગૃતતાના અભાવમાં એટીએમ મશીનના માધ્યમથી સંક્રમણનો ખતરો વધી શકે છે. તેવામાં કોન્ટેક્ટલેસ એટીએમ મશીન ગ્રાહકો માટે ફાયદાકારક સાબિત થશે. કોરોના વાયરસ સંક્રમણથી ગ્રાહકો સુરક્ષિત રહે તે માટે બેંક પણ કમર કસી લીધી છે. જલ્દી જ દેશના અનેક મોટી બેંક હવે કોન્ટેક્ટલેસ એટીએમ લગાવાની તૈયારીમાં છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ એટીએમ ટેક્નોલોજી પર કામ કરતી આ કંપની એજીએસ ટ્રાંજેક્શન ટેકનોલોજી નવી મશીનો તૈયાર કરી છે. જેમાં તમે મોબાઇલ એપ દ્વારા કૂઆરકોડ સ્કેન કરીને કેશ નીકાળી શકો છો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અંગ્રેજી છાપા ટાઇમ્સ ઓફ ઇન્ડિયાની ખબર મુજબ, હાલ એટીએમ કાર્ડમાં મેગ્નેટિક સ્ટ્રાઇપ હોય છે. જેમાં ગ્રાહકોનો પૂરો ડેટા હોય છે. આ એટીએમ મશીન પિન નંબર ડાયલ કર્યા પછી તે ડેટાને ચેક કરે છે. અને પછી ગ્રાહકને પૈસા નીકાળવાની અનુમતિ આપે છે. હવે બેંક કોન્ટેક્ટ લેસ એટીએમ લાવી રહી છે. આ મશીનોમાં ગ્રાહકને ATMને અડવાની જરૂર નહીં પડે. કોઇ પણ વસ્તુને અડ્યા વગર ગ્રાહક પોતાના મોબાઇલથી કેશ નીકાળી શકશે. આ માટે તમારે એટીએમ મશીન પર આપેલા ક્યૂઆર કોડને સ્ક્રેન કરવું પડશે. પછી પોતાના મોબાઇલમાં જ એમાન્ટ લખી તમે કેશ નીકાળી શકશો.

કોન્ટેક્ટ લેસ એટીએમ મશીનની જાણકારી આપતા એજીએસ ટ્રાંજેસ્ટના સીટીઓ મહેશ પટેલ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને જણાવ્યું કે ક્યૂ આર કોડ દ્વારા કેશ નીકાળવું સરળ અને સલામત છે. સાથે જ તે કાર્ડની ક્લોનિંગનો પણ ખતરો નહીં રહે. તેમણે જણાવ્યું કે આ એક ફાસ્ટ સર્વિસ પણ છે. જેથી તમે ખાલી 25 સેકન્ડમાં કેશ નીકાળી શકશો.