ટેક્નોલોજીઃ ફોનની સ્ટોરેજ જલ્દી થાય છે ફુલ, આ ટ્રિક્સ અપનાવો

અટલ સમાચાર, ડેસ્ક આપણા ફોનમાં સ્ટોરેજની સમસ્યા ખૂબ સામાન્ય થઈ ગઈ છે. આપણા બધાના ફોનમાં સ્ટોરેજને લઇને સમસ્યા આવે છે. એવા સમયે ઘણીવાર એવુ બને છે જ્યારે આપણે કોઈ ફોટો ક્લિક કરવો હોય અને ફોનની સ્ટોરેજ ભરાઈ જાય છે. સ્ટોરેજ ફુલ હોવાને કારણે, ઘણા ઇમ્પોર્ટન્ટ ફોટો ક્લિક કરવાનાં બાકી રહી જાય છે. આ સિવાય ઘણી
 
ટેક્નોલોજીઃ ફોનની સ્ટોરેજ જલ્દી થાય છે ફુલ, આ ટ્રિક્સ અપનાવો

અટલ સમાચાર, ડેસ્ક

આપણા ફોનમાં સ્ટોરેજની સમસ્યા ખૂબ સામાન્ય થઈ ગઈ છે. આપણા બધાના ફોનમાં સ્ટોરેજને લઇને સમસ્યા આવે છે. એવા સમયે ઘણીવાર એવુ બને છે જ્યારે આપણે કોઈ ફોટો ક્લિક કરવો હોય અને ફોનની સ્ટોરેજ ભરાઈ જાય છે. સ્ટોરેજ ફુલ હોવાને કારણે, ઘણા ઇમ્પોર્ટન્ટ ફોટો ક્લિક કરવાનાં બાકી રહી જાય છે. આ સિવાય ઘણી એપ્સ ઓછા સ્ટોરેજને કારણે પણ ડાઉનલોડ કરી શકાતી નથી. આવી સ્થિતિમાં, જો તમે આ સમસ્યામાંથી છૂટકારો મેળવવા માંગતા હોવ, તો પછી તમે કેટલીક મહત્વપૂર્ણ ટીપ્સ અજમાવી શકો છો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ ટિપ્સની મદદથી વધારો ફોનની સ્ટોરેજ

ફોનમાં સ્પેસ વધારવા માટે, સેટિંગ્સમાં જાઓ અને કેચ ક્લિયર કરો. આ ઉપરાંત, કામની ન હોય તેવી એપ્લિકેશન્સ કાઢી નાખીને સ્ટોરેજ વધારી શકાય છે. જો ફોનમાં વધુ ડેટા છે, તો પછી તેને કમ્પ્યુટર અથવા લેપટોપમાં ટ્રાન્સફર કરો. આની મદદથી તમારો ડેટા પણ સલામત રહેશે અને ફોનમાં સ્પેસ પણ ખાલી રહેશે. મોટે ભાગે, ફાઇલો કે જે ઇમેઇલ સાથે જોડાયેલી છે, આપણે તેને ડાઉનલોડ પણ કરીએ છીએ, જે આપણા ફોનની સ્ટોરેજ વધુ યુઝ કરશે. જો આ ફાઇલ ઉપયોગી ન હોય તો, તેને ડીલીટ કરી નાખો.

એપ્લિકેશન ડિલીટ કર્યા પછી પણ, જો સ્ટોરેજ ઓછી હોય તો ફોટા અને વીડિયોને ડિલીટ કરો જે ફોનની ગેલેરીમાં ઉપયોગી નથી. આની મદદથી, તમે ઘણી સ્પેસ મેળવી શકો છો. તે જ સમયે, WhatsApp પર આવતા ફોટા અને વિડિઓઝ સમયાંતરે ડીલીટ કરી દેવા જોઇએ. આ સિવાય, આઇફોન યુઝર્સ પોતાના ફોનમાં સ્પેસ વધારવા માટે સેટિંગમાં જઇને સ્ટોરેજ અને આઇક્લાઉડ પર જાય. તે બાદ મેઇન સ્ટોરેજમાં જઇને જુઓ જે ફાઇલ કામની ન હોય તો તેને ડીલીટ કરી દો.