ટેન્શન@રાધનપુર: આગ લાગે તો પાલિકાના ભરોસે કેમ રહેવું, ફાયર ફાઈટર જ બંધ

અટલ સમાચાર, મહેસાણા રાધનપુર શહેરમાં આગજની થાય તો પાલિકાના ભરોસે રહેવું કે નહિ તેવા સવાલો ઉભા થયા છે. પાલિકા પાસે હાલ ચાલુ ફાયર ફાઈટર ન હોવાથી ટેન્શન ઊભું થયું છે. એક ફાયર ફાઈટર રીપેરીંગમા તો બીજું ખરાબ હોઇ ધૂળ ખાઇ રહ્યું છે. આવી સ્થિતિમાં નાગરિકો અને સંસ્થાઓ માટે ટેન્શન આવ્યું છે.પાટણ જિલ્લાની રાધનપુર નગરપાલિકા વિસ્તારમાં
 
ટેન્શન@રાધનપુર: આગ લાગે તો પાલિકાના ભરોસે કેમ રહેવું, ફાયર ફાઈટર જ બંધ

અટલ સમાચાર, મહેસાણા

રાધનપુર શહેરમાં આગજની થાય તો પાલિકાના ભરોસે રહેવું કે નહિ તેવા સવાલો ઉભા થયા છે. પાલિકા પાસે હાલ ચાલુ ફાયર ફાઈટર ન હોવાથી ટેન્શન ઊભું થયું છે. એક ફાયર ફાઈટર રીપેરીંગમા તો બીજું ખરાબ હોઇ ધૂળ ખાઇ રહ્યું છે. આવી સ્થિતિમાં નાગરિકો અને સંસ્થાઓ માટે ટેન્શન આવ્યું છે.ટેન્શન@રાધનપુર: આગ લાગે તો પાલિકાના ભરોસે કેમ રહેવું, ફાયર ફાઈટર જ બંધપાટણ જિલ્લાની રાધનપુર નગરપાલિકા વિસ્તારમાં જો સુરતવાળી થાય તો બચાવ કામગીરી અંગે તપાસ કરતા ગંભીર બાબત સામે આવી છે. નગર પાલિકા પાસે બે ફાયર ફાઈટર પરંતુ હાલ એકેય કામનું નથી. એક મહેસાણા ખાતે રીપેર થવા તો બીજું ખરાબ છે.

ફાયર ફાઈટર મૂકવાનું બિલ્ડીંગ પણ ધૂળ ખાઇ રહ્યું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. શહેરમાં કોઈપણ સ્થળે આગને પહોંચી વળવા પાલિકા સક્ષમ હોવા સામે પણ સવાલો ઉભા થયા છે. આવી સ્થિતિમાં રાધનપુરના નગરજનોની સુરક્ષા સામે આંખ આડા કાન થતાં હોવાના આક્ષેપ ભાજપે કર્યા છે.