બેફામ@થરાદ: 1.44 લાખનો દારૂ ભરેલી કાર સાથે પોલીસે 2 ઇસમોને દબોચ્યાં

અટલ સમાચાર,થરાદ કોરોના કહેરમાં અનલોકમાં મળેલી છૂટની વચ્ચે વિદેશી દારૂની હેરાફેરી બેફામ બની હોઇ થરાદ પોલીસે દારૂ ભરેલી કાર ઝડપી પાડી છે. પોલીસે બાતમી આધારે નારોલી ગામની કેનાલ પાસે વોચ ગોઠવી કારને ઝડપી પાડી હતી. કાર્યવાહી દરમ્યાન કારમાં બેસેલા ઇસમોને ભાગવાનો પ્રયાસ કરતાં પોલીસે બંનેને દબોચી લીધા હતા. આ તરફ પોલીસે કારમાંથી 1.44લાખનો દારૂ ઝડપી
 
બેફામ@થરાદ: 1.44 લાખનો દારૂ ભરેલી કાર સાથે પોલીસે 2 ઇસમોને દબોચ્યાં

અટલ સમાચાર,થરાદ

કોરોના કહેરમાં અનલોકમાં મળેલી છૂટની વચ્ચે વિદેશી દારૂની હેરાફેરી બેફામ બની હોઇ થરાદ પોલીસે દારૂ ભરેલી કાર ઝડપી પાડી છે. પોલીસે બાતમી આધારે નારોલી ગામની કેનાલ પાસે વોચ ગોઠવી કારને ઝડપી પાડી હતી. કાર્યવાહી દરમ્યાન કારમાં બેસેલા ઇસમોને ભાગવાનો પ્રયાસ કરતાં પોલીસે બંનેને દબોચી લીધા હતા. આ તરફ પોલીસે કારમાંથી 1.44લાખનો દારૂ ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાની થરાદ પોલીસે બાતમી આધારે 1.44 લાખનો દારૂ ઝડપી પાડ્યો છે. થરાદ પોલીસ નારોલી ગામની સીમમાં કેનાલ ઉપર પેટ્રોલિંગમાં હતી. આ દરમ્યાન બાતમી મળી હતી કે, એક મારૂતી ગાડી વિદેશી દારૂ ભરી રાજસ્થાનથી શીલુ-રડકા થઇ નારોલી તરફ આવનાર છે. જેને લઇ પોલીસે વોચ ગોઠવી બાતમીવાળી કાર આવતાં તેને રોકવાનો ઇશારો કર્યો હતો. જોકે ચાલકે કાર ભગાડવાનો પ્રયાસ કરતાં પોલીસે કારને રોકી બે ઇસમોને ઝડપી પાડ્યા હતા.

બેફામ@થરાદ: 1.44 લાખનો દારૂ ભરેલી કાર સાથે પોલીસે 2 ઇસમોને દબોચ્યાં
જાહેરાત

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, પોલીસે ચોક્કસ બાતમી આધારે દારૂ ભરેલી કાર ઝડપી પાડતાં બુટલેગરોમાં ફફડાટનું વાતાવરણ ઉભુ થયુ છે. થરાદ પોલીસે કારમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-1440 કિ.રૂ.1,44,000નો દારૂ, ગાડીની કિ.રૂ.1,00,000, મોબાઇલ નંગ-2 કિ.રૂ.4000 વગેરે મળી કુલ કિ.રૂ.2,48,000નો મુદ્દામાલ ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. આ સાથે પોલીસે ચાર ઇસમો સામે પ્રોહી એક્ટની કલમ 65(a),65(e),116-B,98(2)99,81 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ લોકો સામે નોંધાઇ ફરીયાદ

  • હિંમતભાઇ લાલજીભાઇ ચૌધરી, રહે.માનપુરા, તા.સાંતલપુર, જી. પાટણ
  • જગા ઉર્ફે જગદિશભાઇ વિરાભાઇ વાઘેલા (ઠાકોર), રહે. ગંજીસાર, તા.સાંતલપુર, જી. પાટણ
  • ગરડાલી ઠેકાવાળો
  • રાજુભા બળુભા દરબાર, રહે. પર, તા.સાંતલપુર, જી. પાટણ