ખળભળાટ@થરાદ: આરોપીને હેરાન નહીં કરવા 7,000ની લાંચ માંગી, પોલીસ કર્મચારી ઝબ્બે

અટલ સમાચાર ડોટ કોમ, પ્રિયકાન્ત શ્રીમાળી કોરોનાકાળ વચ્ચે થરાદ પોલીસ મથકના ASI રૂ.7,000ની લાંચ લેતાં રંગેહાથે ઝડપાઇ જતાં હડકંપ મચી ગયો છે. દારૂના કેસમાં યુવકની અટક કરી હેરાનગતિ નહી કરવા માટે ASI એ લાંચ માંગી હતી. જોકે ફરીયાદી લાંચ આપવા ઇચ્છુક ન હોઇ તેમને ACBનો સંપર્ક કર્યો હતો. આ તરફ ACBની ટીમે આજે સવારે થરાદ
 
ખળભળાટ@થરાદ: આરોપીને હેરાન નહીં કરવા 7,000ની લાંચ માંગી, પોલીસ કર્મચારી ઝબ્બે

અટલ સમાચાર ડોટ કોમ, પ્રિયકાન્ત શ્રીમાળી

કોરોનાકાળ વચ્ચે થરાદ પોલીસ મથકના ASI રૂ.7,000ની લાંચ લેતાં રંગેહાથે ઝડપાઇ જતાં હડકંપ મચી ગયો છે. દારૂના કેસમાં યુવકની અટક કરી હેરાનગતિ નહી કરવા માટે ASI એ લાંચ માંગી હતી. જોકે ફરીયાદી લાંચ આપવા ઇચ્છુક ન હોઇ તેમને ACBનો સંપર્ક કર્યો હતો. આ તરફ ACBની ટીમે આજે સવારે થરાદ પોલીસ લાઇનમાં જ છટકું ગોઠવી ASIને લાંચ લેતાં ઝડપી પાડ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લામાં વધુ એક પોલીસકર્મી એસીબીના છટકામાં લાંચ લેતાં ઝડપાયો છે. થરાદ પોલીસ સ્ટેશનમાં વિજયકુમાર જાદવ ASI તરીકે ફરજ બજાવે છે. ગત દિવસે પ્રોહિબિશનના ગુનામાં એક યુવકને અટક કરી હેરાનગતિ નહી કરવાના મામલે તેમને ફરીયાદી પાસે 7,000 લાંચ માંગી હતી. આ તરફ ફરીયાદી યુવક લાંચ આપવા ઇચ્છુક ન હોઇ તેને બનાસકાંઠા ACBનો સંપર્ક કર્યો હતો. જે બાદમાં ACBના છટકાંમાં ASI રંગેહાથે ઝડપાતા પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે.

ખળભળાટ@થરાદ: આરોપીને હેરાન નહીં કરવા 7,000ની લાંચ માંગી, પોલીસ કર્મચારી ઝબ્બે
File Photo

સૂત્રોએ જણાવ્યું હતુ કે, બનાસકાંઠામાં અગાઉ પણ અનેકવાર પોલીસકર્મીઓ લાંચ લેતાં ઝડપાઇ ચુક્યા છે. આ તરફ આજે થરાદના ASI લાંચ લેતાં ઝડપાતા ચકચાર મચી ગઇ છે. ASIએ ફરીયાદી પાસે અટક કરી હેરાનગતિ નહી કરવા માટે લાંચ માંગી હોવાનું સામે આવ્યુ છે. જેને લઇ ACB બોર્ડર એકમ,ભુજના મદદનીશ નિયામક, કે.એચ.ગોહિલના સુપરવિઝન હેઠળ બનાસકાંઠા ACB PI એન.એ.ચૌધરીએ પોલીસલાઇનમાં જ છટકું ગોઠવી ASIને લાંચની રકમ સ્વિકારતાં ઝડપી લીધા હતા.