સપાટો@થરાદ: ઘરફોડ ચોરી કેસમાં આંતરરાજ્ય ગેંગનો ઇસમ ઝબ્બે, 5.88 લાખનો મુદ્દામાલ જપ્ત

અટલ સમાચાર ડોટ કોમ, થરાદ થરાદ પંથકમાં ચોરીની ઘટનામાં પોલીસે એક શંકાસ્પદ ઇસમને ઝડપી પુછપરછ કરતાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. જેમાં તે ઇસમ બાતમી આપીને ચોરી કરાવતો હોવાનું સામે આવતાં પોલીસે તેની પાસેથી ગાળેલું સોનુ સહિત 5.88 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. જેમાં રાજસ્થાનના ભિનમાલ ખાતે સોના-ચાંદીની દુકાન ધરાવતો ઇસમ ગામડાઓમાં રેકી કરી તેના સાગરીતો
 
સપાટો@થરાદ: ઘરફોડ ચોરી કેસમાં આંતરરાજ્ય ગેંગનો ઇસમ ઝબ્બે, 5.88 લાખનો મુદ્દામાલ જપ્ત

અટલ સમાચાર ડોટ કોમ, થરાદ

થરાદ પંથકમાં ચોરીની ઘટનામાં પોલીસે એક શંકાસ્પદ ઇસમને ઝડપી પુછપરછ કરતાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. જેમાં તે ઇસમ બાતમી આપીને ચોરી કરાવતો હોવાનું સામે આવતાં પોલીસે તેની પાસેથી ગાળેલું સોનુ સહિત 5.88 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. જેમાં રાજસ્થાનના ભિનમાલ ખાતે સોના-ચાંદીની દુકાન ધરાવતો ઇસમ ગામડાઓમાં રેકી કરી તેના સાગરીતો જોડે ચોરી કરાવતો હોવાનું ખુલ્યુ છે. સમગ્ર મામલે પોલીસે ઇસમને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના થરાદમાં નવી મોડેસ ઓપરેન્ડીથી ચોરી કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ થયો છે. રેન્જ આઇજી જે.આર.મોથાલિયા અને SP તરૂણ દુગ્ગલે અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા સુચના આપેલ છે. જે અનુસંધાને ASP પૂજા યાદવના માર્ગદર્શન હેઠળ થરાદ PI જે.બી.ચૌધરીની ટીમે ચોરીના આરોપીને ઝડપી પાડ્યો હતો. પ્રાથમિક વિગતો મુજબ થરાદ તાલુકાના ડુવા ગામના મૂળ વતની અને રાજસ્થાનના ભિનમાલ ખાતે સોના-ચાંદીની દુકાન ધરાવતો પોપટલાલ સોની કે, જે ગામડાઓમાં રેકી કરી તેમના સાગરીતોને બાતમી આપી ચોરી કરાવતો હતો. જે બાદમાં ચોરીનો મુદ્દામાલ પોતે રાખી તેને પોતાની દુકાનમાં ઓગાળીને બજારમાં વેચી દેતો હતો.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, પોલીસની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ મારફતે માહિતી મેળવી વૉચ ગોઠવી હતી. આ દરમ્યાન પોપટલાલ સોનીને બોલાવી કડક પૂછપરછ કરતા તેણે રેકી કરીને તેના બે માણસો પાસે ત્રણ જગ્યાએ ચોરીઓ કરાવી હોવાની કબૂલાત કરી હતી. આથી પોલીસે ચોરી કરેલા 5.88 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે પોપટલાલ સોનીની બાતમીના આધારે ચોરી કરનાર માંગીલાલ હરચંદજી દેવાસી અને દિનેશ પાંચાજી પટેલ નામના શખ્સોની શોધખોળ હાથ ધરી છે.