થરાદ: વિશ્વ યોગ દિનની ઉજવણીમાં 2000 થી વધુ લોકોએ ભાગ લીધો

અટલ સમાચાર, થરાદ બનાસકાંઠાના થરાદમાં ગાયત્રી વિધાલય ખાતે 21મી જૂન વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વ યોગ દિનના અગાઉ દિવસો પહેલાં શિક્ષકોને તાલીમ આપવામાં આવી હતી. આ કાર્યક્રમ સવારના 7 થી 8ના સમયગાળા દરમિયાન ગાયત્રી વિધાલય શાળાના વિદ્યાર્થીઓ, શાળાના સ્ટાફગણ, નગરજનો, બનાસકાંઠાના ડિરેક્ટર શૈલેષભાઈ પટેલ, પોલીસ સ્ટાફ, હોમગાર્ડ તથા સરકારી કર્મચારીઓની ઉપસ્થિતિમાં 2000
 
થરાદ: વિશ્વ યોગ દિનની ઉજવણીમાં 2000 થી વધુ લોકોએ ભાગ લીધો

અટલ સમાચાર, થરાદ

બનાસકાંઠાના થરાદમાં ગાયત્રી વિધાલય ખાતે 21મી જૂન વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વ યોગ દિનના અગાઉ દિવસો પહેલાં શિક્ષકોને તાલીમ આપવામાં આવી હતી. આ કાર્યક્રમ સવારના 7 થી 8ના સમયગાળા દરમિયાન ગાયત્રી વિધાલય શાળાના વિદ્યાર્થીઓ, શાળાના સ્ટાફગણ, નગરજનો, બનાસકાંઠાના ડિરેક્ટર શૈલેષભાઈ પટેલ, પોલીસ સ્ટાફ, હોમગાર્ડ તથા સરકારી કર્મચારીઓની ઉપસ્થિતિમાં 2000 થી વધુ સંખ્યામાં કાર્યક્રમની સાર્થક ઉજવણી કરવામાં આવી હતી.

થરાદ: વિશ્વ યોગ દિનની ઉજવણીમાં 2000 થી વધુ લોકોએ ભાગ લીધો

આ કાર્યક્રમમાં આર્ટ ઓફ લિવિંગ ડોક્ટર રિતેશભાઈ એમ.પ્રજાપતિ, પતંજલી દશરથભાઈ સોની, ગાયત્રી શાળાના શિક્ષક જગદીશભાઈ ચૌધરી વગેરે યોગાચાર્યો દ્વારા ભારે જહેમત ઉઠાવી 21મી જૂન વિશ્વ યોગ દિન કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ કાર્યક્રમના અંતમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ મારફતે સર્વ યોગાર્થીઓને એનર્જી ડ્રિંક આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રમુખ લાયન નરેન્દ્રભાઈ માધુ, પ્ર.ઉપપ્રમુખ વસીમખાન પઠાણ, ગોવિંદભાઈ વારડે, કિર્તીભાઈ આચાર્ય, વશરામભાઈ પટેલ, અરવિંદભાઈ જોષી, ડોક્ટર વાલાભાઈ, ડોક્ટર તિલકભાઈ સહિત બહોળી સંખ્યામાં વિધાર્થીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.