થરાદ@સામાજીક: દેહવ્યાપારથી બદનામ વાડીયામાં ઢોલ ઢબુકયા, દીકરીનું કન્યાદાન

અટલ સમાચાર, થરાદ (અંકુર ત્રિવેદી) બનાસકાંઠા જીલ્લાનું વાડીયા ગામ જે વર્ષોથી દેહવ્યાપાર માટે બદનામ છે. પરંતુ હવે આ ગામ પરિવર્તનના માર્ગે ચાલી રહયુ હોવાનું સામે આવ્યુ છે. શુક્રવારે ગામની એક દિકરીના સામાજીક રીત રીવાજ મુજબ લગ્ન યોજાયા હતા. વિચરતી વિમુક્ત સમુદાય મંચ ઘ્વારા અથાગ પ્રયત્નોથી દેહવ્યાપાર માટે કલંકિત વાડીયામાં લગ્નની શરણાઇઓ સાંભળવા મળી હતી. લગ્ન
 
થરાદ@સામાજીક: દેહવ્યાપારથી બદનામ વાડીયામાં ઢોલ ઢબુકયા, દીકરીનું કન્યાદાન

અટલ સમાચાર, થરાદ (અંકુર ત્રિવેદી)

બનાસકાંઠા જીલ્લાનું વાડીયા ગામ જે વર્ષોથી દેહવ્યાપાર માટે બદનામ છે. પરંતુ હવે આ ગામ પરિવર્તનના માર્ગે ચાલી રહયુ હોવાનું સામે આવ્યુ છે. શુક્રવારે ગામની એક દિકરીના સામાજીક રીત રીવાજ મુજબ લગ્ન યોજાયા હતા. વિચરતી વિમુક્ત સમુદાય મંચ ઘ્વારા અથાગ પ્રયત્નોથી દેહવ્યાપાર માટે કલંકિત વાડીયામાં લગ્નની શરણાઇઓ સાંભળવા મળી હતી. લગ્ન મંડપમાં સોળે શણગાર સજેલી દુલ્હન સાસરે વળાવવામાં આવી હતી.

થરાદ@સામાજીક: દેહવ્યાપારથી બદનામ વાડીયામાં ઢોલ ઢબુકયા, દીકરીનું કન્યાદાન

થરાદ તાલુકાનું વાડીયા ગામ. જયાં માત્ર સરાણીયા જાતિના પરિવારો વસવાટ કરે છે. દેહવ્યાપારના ધંધાને લઇ સમગ્ર ગુજરાતમાં કલંકિત થયેલુ આ ગામ હવે પરિવર્તનના માર્ગે છે. વાડીયા ગામની વિજયાબેન સરાણીયા નામની દીકરીના લગ્ન સામાજીક રીત-રીવાજોથી ગ્રામજનોની ઉપસ્થિતિમાં ગામમાં જ રહેતા સમાજના યુવક સાથે યોજાયા હતા.

થરાદ@સામાજીક: દેહવ્યાપારથી બદનામ વાડીયામાં ઢોલ ઢબુકયા, દીકરીનું કન્યાદાન

વાડીયા વર્ષોથી દેહવ્યાપાર કરતુ આવ્યુ હોવાથી અનેક સામાજીક સંગઠનો ઘ્વારા ગ્રામજનોને મળી ગામનો વિકાસ અને આ કાર્ય છોડવા સમજ આપવામાં આવે છે. ત્યારે વિચરતી વિમુક્ત સમુદાય મંચ ઘ્વારા ગામની કન્યાના લગ્ન કરાવી એક નવો સંદેશો પાઠવ્યો છે. સુત્રોનું માનીએ તો શારદાબેન ભાટી અને વિચરતી વિમુક્ત સમુદાય મંચ ઘ્વારા આ શુભ કાર્ય કરવામાં આવ્યુ હતુ.

થરાદ@સામાજીક: દેહવ્યાપારથી બદનામ વાડીયામાં ઢોલ ઢબુકયા, દીકરીનું કન્યાદાન