હડકંપ@થરાદ: પોલીસે ટ્રકમાંથી 11 લાખનો દારૂ પકડ્યો, 21.98 લાખનો મુદ્દામાલ જપ્ત

અટલ સમાચાર, થરાદ કોરોના મહામારી વચ્ચે થરાદ પોલીસે બાતમી આધારે દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડતાં ચકચાર મચી ગઇ છે. થરાદ પોલીસને ચોક્કસ બાતમી મળતાં ટીમે પંચો સાથે રાખી વોચ ગોઠવી હતી. જ્યાં બાતમીવાળી ટ્રક આવતાં તેને રોકી તલાશી લેતાં પોલીસ ચોંકી ઉઠી હતી. પોલીસે કારમાંથી વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી છે. પોલીસે ટ્રકમાંથી 11
 
હડકંપ@થરાદ: પોલીસે ટ્રકમાંથી 11 લાખનો દારૂ પકડ્યો, 21.98 લાખનો મુદ્દામાલ જપ્ત

અટલ સમાચાર, થરાદ

કોરોના મહામારી વચ્ચે થરાદ પોલીસે બાતમી આધારે દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડતાં ચકચાર મચી ગઇ છે. થરાદ પોલીસને ચોક્કસ બાતમી મળતાં ટીમે પંચો સાથે રાખી વોચ ગોઠવી હતી. જ્યાં બાતમીવાળી ટ્રક આવતાં તેને રોકી તલાશી લેતાં પોલીસ ચોંકી ઉઠી હતી. પોલીસે કારમાંથી વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી છે. પોલીસે ટ્રકમાંથી 11 લાખના દારૂ સાથે બે ઇસમોની દબોચી કુલ કિ.રૂ. 21.98 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના થરાદમાં પંથકમાંથી પોલીસે ચોક્કસ બાતમી આધારે દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી છે. થરાદ પોલીસને બાતમી મળી હતી કે, એક ટ્રક દુધવા ગામના પાટીયાથી નીકળી અને રાજકોટ તરફ જનાર છે. જેમાં પીઓપી પાવડરના કટ્ટાની આડમાં દારૂ ભરેલો હોવાની બાતમી મળતાં પોલીસે પંચો સાથે રાખી વોચ ગોઠવી હતી. આ તરફ પોલીસે થરાદ મીઠા રોડ પર આઇ શેણલ હોટલ પાસે ટ્રકને રોકાવી તલાશી લીધી હતી.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, અનલોકમાં મળેલી છૂટ વચ્ચે બનાસકાંઠા જીલ્લામાં દારૂની હેરાફેરી પણ બેફામ બની છે. આ તરફ થરાદ પોલીસે બાતમી આધારે ટ્રકમાંથી વિદેશી દારૂની પેટીઓ નંગ- 280, બોટલ નંગ-3360 , કિ.રૂ.11,76,000 અને ટ્રકની કિ.રૂ.10,00,000 મળી કુલ કિ.રૂ.21,98,300નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આ તરફ પોલીસે 2 ઇસમોને ઝડપી પાડી તેમની સામે પ્રોહી એક્ટની કલમ 65(a), 65(e), 116-B, 98(2), 99, 81 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આરોપીઓના નામ

  • રીંછપાલ બાબુલાલ દેવારામ જાટ (ચૌધરી)
  • મધારામ કેશારામ ઇસરારામ જાટ (ચૌધરી)
  • મુકનારામ જાટ