ઓસ્ટ્રેલિયન ટીમે ભારતને 328 રનનું આપ્યું મુશ્કેલ લક્ષ્ય, રેકોર્ડ બ્રેક થશે કે નહીં?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક ઓસ્ટ્રેલિયા વિરૂધ્ધ ચોથી અને અંતિમ ટેસ્ટમાં બીજી ઇનિંગમાં 294 રન બનાવીને ઓસ્ટ્રેલિયાએ ભારતની ક્રીકેટ ટીમને 328 રનનું મુશ્કેલ લક્ષ્ય આપ્યુ છે. બીજી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાએ 294 રન બનાવ્યા હતા. ભારત તરફથી મોહમ્મદ સિરાજે પાંચ અને શાર્દુલ ઠાકુરે ચાર વિકેટ લીધી હતી. આ પહેલા ભારતે ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઇનિંગ્સના 369 રનના જવાબમાં 336
 
ઓસ્ટ્રેલિયન ટીમે ભારતને 328 રનનું આપ્યું મુશ્કેલ લક્ષ્ય, રેકોર્ડ બ્રેક થશે કે નહીં?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ઓસ્ટ્રેલિયા વિરૂધ્ધ ચોથી અને અંતિમ ટેસ્ટમાં બીજી ઇનિંગમાં 294 રન બનાવીને ઓસ્ટ્રેલિયાએ ભારતની ક્રીકેટ ટીમને 328 રનનું મુશ્કેલ લક્ષ્ય આપ્યુ છે. બીજી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાએ 294 રન બનાવ્યા હતા. ભારત તરફથી મોહમ્મદ સિરાજે પાંચ અને શાર્દુલ ઠાકુરે ચાર વિકેટ લીધી હતી. આ પહેલા ભારતે ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઇનિંગ્સના 369 રનના જવાબમાં 336 રન બનાવ્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સિરાજે તેની ટેસ્ટ કારકિર્દીમાં પહેલીવાર 5 વિકેટ મેળવીને કમાલ કરી હતી. ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે લંચ પહેલા એક જ ઓવરમાં બે વિકેટ ઝડપી હતી, જેના લીધે ચોથી ક્રિકેટ ટેસ્ટના ચોથા દિવસે સોમવારે લંચ સુધી ઓસ્ટ્રેલિયાની બીજી ઇનિંગ્સમાં 149 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. લંચ બાદ રમત શરૂ થઈ ત્યારે સિરાજે ફરી એકવાર કમાલ કરી હતી. જેમા સ્ટીવ સ્મિથને આઉટ કરીને ઓસ્ટ્રેલિયાની ટીમને 5 મો ઝટકો આપ્યો હતો. આ ટેસ્ટમાં સ્મિથની 31 મી અડધી સદી છે.

સ્મિથના આઉટ થયા બાદ શાર્દુલ ઠાકુરે વિકેટ લીધી હતી. રોહિત શર્માની સ્લિપમાં ખતરનાક દેખાતા કેમરૂન ગ્રીનને કેચ આપીને ઓસ્ટ્રેલિયાને છઠ્ઠો ફટકો આપ્યો હતો. ગ્રીન 37 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી, ઓસ્ટ્રેલિયન કેપ્ટન ટીન પેન શાર્દુલના હાથે આઉટ થયો, પેન માત્ર 27 રન જ બનાવી શક્યો હતો.

4 ટેસ્ટ મેચની સીરીજમાં બન્ને ટીમ 1-1 મેચ જીતી ચુકી છે. જેમાં આ ચોથી નિર્ણાયક મેચ જે ટીમ જીતશે એનો સીરીઝ ઉપર કબ્જો થશે

ભારતીય ક્રીકેટ ટીમને 328 રનનુ કઠીન લક્ષ્ય મળ્યુ છે ત્યારે રોહીત શર્મા અને શુભમ ગીલ ઓપનીંગમાં ઉતર્યા હતા. જેમાં 1.5 ઓવર બાદ ટીમનો સ્કોર 4 રન થયો હતો. પરંતુ ગ્રાઉન્ડ ઉપર વાદળો છવાઈ જતાં વરસાદના કારણે એમ્પાયરે ચોથા દીવસની રમત સ્થગિત કરી દીધી હતી. જેથી હવે પાંચમાં દિવસની રમત માટે ભારતીય ક્રીકેટ ટીમને 324 રનની જરૂર છે. ઓસ્ટ્રેલીયાની ગાબા પીચ ઉપર આટલો મોટો સ્કોર હજુ સુધી કોઈ ટીમ ચેઝ નથી કરી શકી. જેથી જોવાનુ રહેશે કે ભારતીય ક્રીકેટ ટીમ ફરીવાર રેકોર્ડ બ્રેક કરશે કે કેમ ?