ખુશખબરઃ ડીઝલ અને પેટ્રોલના ભાવમાં ઘટાડો, જાણો કેટલો થયો

અટલ સમાચાર, ડેસ્ક આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવોમાં આવેલા મોટા ઘટાડાનો ફાયદો હવે ભારતીય જનતાને મળવા લાગ્યો છે. ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે મોટો ઘટાડો નોંધાયો છે. બુધવારે પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર 2.69 રૂપિયા સુધી ઘટ્યો છે. બીજી તરફ, ડીઝલનો ભાવ પ્રતિ લીટર 2.33 રૂપિયા ઘટ્યો છે. અમદાવાદમાં બુધવારે પેટ્રોલ 67.84 પ્રતિ લીટર અને
 
ખુશખબરઃ ડીઝલ અને પેટ્રોલના ભાવમાં ઘટાડો, જાણો કેટલો થયો

અટલ સમાચાર, ડેસ્ક

આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવોમાં આવેલા મોટા ઘટાડાનો ફાયદો હવે ભારતીય જનતાને મળવા લાગ્યો છે. ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે મોટો ઘટાડો નોંધાયો છે. બુધવારે પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર 2.69 રૂપિયા સુધી ઘટ્યો છે. બીજી તરફ, ડીઝલનો ભાવ પ્રતિ લીટર 2.33 રૂપિયા ઘટ્યો છે. અમદાવાદમાં બુધવારે પેટ્રોલ 67.84 પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 65.94 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદમાં 1 ફેબ્રુઆરીએ પેટ્રોલનો ભાવ 70.52 હતો જે 11 માર્ચ સુધીમાં ઘટીને 67.84 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડાને કારણે ગુજરાતના શહેરોમાં પેટ્રોલ પંપો પર સસ્તું પેટ્રોલ-ડીઝલ ભરાવવા માટે વાહન ચાલકોની ભીડ જોવા મળી રહી છે. નોંધનીય છે કે, સઉદી અરેબિયા અને રશિયાની વચ્ચે ઑઇલ પ્રાઇસ વૉર છેડાતાં સોમવારે કાચા તેલના ભાવ આંતરરાષ્ટ્રીય વાયદા બજારમાં 31 ટકા સુધી તૂટી ગયો હતો. તેનાથી ભારતને આર્થિક લાભ મળી શકે છે, કારણ કે આપણો દેશ પેટ્રોલિયમ ઈંધણ માટે ઘણે અંશે આયાત ઉપર જ નિર્ભર કરે છે.

ભારત પોતાની જરૂરિયાતના 84 ટકાથી વધુનું તેલ આયાત કરે છે. કાચા તેલની આંતરરાષ્ટ્રીય કિંમતોમાં ઘટાડાથી દેશના આયાત બિલમાં ઘટાડો આવશે અને તેનાથી છૂટક ભાવમાં ઘણ ઘટાડો થશે. જોકે, આ પહેલાથી દબાણમાં ચાલી રહેલી ઓએનજીસી જેવી કંપનીની સ્થિતિ વધુ ખરાબ થશે. આયાત બિલ પર 2,729 કરોડ રૂપિયાનું અંતર – વિભિન્ન ક્ષેત્રો માટે ખર્ચ ઓછો થવાથી દેશની અર્થવ્યવસ્થાનો થોડો સપોર્ટ મળશે.