ખુશખબરઃ સોના-ચાંદીના ભાવમાં આજે પણ આટલા રૂપિયાનો ઘટાડો નોંધાયો

અટલ સમાચાર, ડેસ્ક સોના અને ચાંદીના ભાવમાં જોરદાર ઘટાડાનું વલણ ચાલુ છે. એવામાં જો ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ સારી તક છે. મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર આજે સોનાના ભાવમાં 0.19 ટકાનો ઘટાડો નોંધાયો છે. બીજી તરફ, ચાંદી 0.45 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહી છે. MCX પર ગોલ્ડ આજે 0.19 ટકાના ઘટાડાની
 
ખુશખબરઃ સોના-ચાંદીના ભાવમાં આજે પણ આટલા રૂપિયાનો ઘટાડો નોંધાયો

અટલ સમાચાર, ડેસ્ક

સોના અને ચાંદીના ભાવમાં જોરદાર ઘટાડાનું વલણ ચાલુ છે. એવામાં જો ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ સારી તક છે. મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર આજે સોનાના ભાવમાં 0.19 ટકાનો ઘટાડો નોંધાયો છે. બીજી તરફ, ચાંદી 0.45 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહી છે. MCX પર ગોલ્ડ આજે 0.19 ટકાના ઘટાડાની સાથે 46,797 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલ પર છે. બીજી તરફ, આજના કારોબારમાં ચાંદી 0.45 ટકા ગબડી છે. આજે એક કિલોગ્રામ ચાંદીનો ભાવ 60,680 રૂપિયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં MCX પર 10 ગ્રામ સોનાનો ભાવ 56,200 રૂપિયાના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયો હતો. આજે સોનું વાયદો 46,797 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલ પર છે, એટલે કે હજુ પણ લગભગ 9,400 રૂપિયા સસ્તું મળી રહ્યું છે. સોનાનો ભાવ સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.

ગુડ રિટર્ન્સ વેબસાઇટ મુજબ, મંગળવાર સવારે અમદાવાદમાં 24 કેરેટ સોનાની કિંમત 47,520 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. આ ઉપરાંત સુરતમાં 24 કેરેટ સોનાની કિંમત (Surat Gold Price) 47,520 રૂપિયા અને વડોદરામાં 24 કેરેટ સોનાની કિંમત (Vadodara Gold Price) 47,670 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. આ ઉપરાંત, આ ત્રણેય શહેરોમાં એક કિલોગ્રામ ચાંદીનો ભાવ 60,600 રૂપિયા છે.