બેફામ@સુઇગામ: નર્મદા કેનાલોમાં નિયંત્રણ સામે સવાલો, 10 ફૂટનું ગાબડું પડ્યું

અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર) બનાસકાંઠા જીલ્લામાં કેનાલોમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત છે. ગત મોડીરાત્રે નેસડા ડીસ્ટ્રીકબ્યુટરી કેનાલમાં 10 ફૂટ જેટલુ ગાબડુ પડ્યુ હતુ. કેનાલમાં ગાબડુ પડતા હજારો લીટર પાણી ખેતરમાં વહી જતાં ખેડુતોમાં નર્મદા વિભાગના અધિકારીઓ સામે રોષ જોવા મળી રહ્યો છે. ગાબડા પડવાથી નર્મદાની કેનાલોમાં નિયંત્રણ સામે સવાલ ઉભા થઇ રહ્યા છે. બનાસકાંઠા
 
બેફામ@સુઇગામ: નર્મદા કેનાલોમાં નિયંત્રણ સામે સવાલો, 10 ફૂટનું ગાબડું પડ્યું

અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર)

બનાસકાંઠા જીલ્લામાં કેનાલોમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત છે. ગત મોડીરાત્રે નેસડા ડીસ્ટ્રીકબ્યુટરી કેનાલમાં 10 ફૂટ જેટલુ ગાબડુ પડ્યુ હતુ. કેનાલમાં ગાબડુ પડતા હજારો લીટર પાણી ખેતરમાં વહી જતાં ખેડુતોમાં નર્મદા વિભાગના અધિકારીઓ સામે રોષ જોવા મળી રહ્યો છે. ગાબડા પડવાથી નર્મદાની કેનાલોમાં નિયંત્રણ સામે સવાલ ઉભા થઇ રહ્યા છે.

બેફામ@સુઇગામ: નર્મદા કેનાલોમાં નિયંત્રણ સામે સવાલો, 10 ફૂટનું ગાબડું પડ્યું

બનાસકાંઠા જીલ્લાના સુઇગામ-વાવ પંથકમાં રજૂઆતો બાદ ખેડુતોને સિંચાઇ માટે પાણી છોડવામાં આવ્યુ છે. પાણી છોડતાને સાથે કેનાલોમાં મસમોટા ગાબડા પડવાના શ્રીગણેશ થઇ ગયા છે. નેસડા ડીસ્ટ્રીકબ્યુટરી કેનાલમાં સફાઇ કે રીપેરીંગ કામ કર્યા વગર પાણી છોડવામાં આવ્યુ હતુ. પાણી છોડાતા કેનાલમાં દસ ફૂટ જેટલુ ગાબડુ પડતાં હજારો લીટર પાણીનો વેડફાડ થયો હતો.

બેફામ@સુઇગામ: નર્મદા કેનાલોમાં નિયંત્રણ સામે સવાલો, 10 ફૂટનું ગાબડું પડ્યું

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

સમગ્ર મામલે K.K.T સંગઠનના પ્રમુખ વિક્રમભાઇ ગામોટે જણાવ્યું હતું કે, સરહદી સુઇગામ તાલુકાની કેનાલોમાં સફાઈ અને રિપેરિંગ બિલકુલ કરવામાં આવ્યું નથી. સાફ સફાઇ અને રીપેરીંગ કર્યા વગર પાણી છોડવામાં આવે તો કેનાલોમાં ગાબડા જ પડે. બે દિવસથી કેનાલોમાં પાણી છોડવામાં આવી રહ્યુ છે. પરંતુ હજી ભ્રષ્ટાચારથી બનેલી કેટલી કેનાલોમાં ગાબડા પડશે તે તો આવનારો સમય જ બતાવશે તેવુ ખેડુતોમા ચર્ચાઇ રહ્યુ છે.