આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,પાલનપુર

બનાસકાંઠા જિલ્લાના બાદરપુરા ખાતે 5268 મેટ્રિક ટન THR આહાર પૂરો પાડતાં અને 200 મે.ટન પ્રતિ દિનની ક્ષમતાવાળા અતિ આધુનિક ટેક હોમ રાશન પ્લાન્ટ (THR)નું મુખ્યમંત્રીએ ઉદ્ઘાટન કર્યુ હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આ પરંપરા આગળ વધારીને દેશ આખામાં પોષણ અભિયાન અંતર્ગત કુપોષણ સામે જંગ છેડવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ આજે બનાસકાંઠા જિલ્લાના બાદરપુરા ખાતે રૂ. ૨૮.૫૦ કરોડના ખર્ચે તૈયાર થયેલ ૫૩૬૮ મેટ્રિક ટન THR આહાર પૂરો પાડતાં અને ૨૦૦ મે.ટન પ્રતિ દિનની ક્ષમતાવાળા અતિ આધુનિક ટેક હોમ રાશન પ્લાન્ટ (THR) નું આજે ઉદ્ઘાટન કર્યુ હતું.

આ પ્રસંગે ધારાસભ્ય કિર્તીસિંહ વાઘેલા, પૂર્વ મંત્રી કેશાજી ચૌહાણ, ભાજપા પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ, ડેરીના વાઈસ ચેરમેન માવજીભાઈ દેસાઈ, જિલ્લા સહકારી સંઘના ચેરમેન અણદાભાઈ પટેલ અને બનાસ ડેરીના ડિરેક્ટરઓ તથા અગ્રણીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code