શેર બજાર:સેન્સેક્સમાં 650, નિફ્ટીમાં 200 પોઇન્ટનું ગાબડું

અટલ સમાચાર,ડેસ્ક બજેટ રજૂ થયા બાદથી ભારતીય શેર બજારમાં કડાકો ચાલુ છે. સોમવારના કારોબારમાં શેર બજારમાં ઝડપી વેચાવલી જોવા મળી રહી છે. બેંક, મેટલ, આઈટી, ફાઇનાન્સ અને ઓટો સહિત તમામ સેક્ટરોમાં ઘટાડાથી કારોબાર દરમિયાન સેન્સેક્સ 664 પોઇન્ટ તૂટીને 38,848.54ના સ્તરે આવી ગયો. બીજી તરફ, નિફ્ટી પણ 209.65 પોઇન્ટ તૂટીને 11,601.50ના સ્તરે પહોંચી ગયો. બજારમાં વર્ષનો
 
શેર બજાર:સેન્સેક્સમાં 650, નિફ્ટીમાં 200 પોઇન્ટનું ગાબડું

અટલ સમાચાર,ડેસ્ક

બજેટ રજૂ થયા બાદથી ભારતીય શેર બજારમાં કડાકો ચાલુ છે. સોમવારના કારોબારમાં શેર બજારમાં ઝડપી વેચાવલી જોવા મળી રહી છે. બેંક, મેટલ, આઈટી, ફાઇનાન્સ અને ઓટો સહિત તમામ સેક્ટરોમાં ઘટાડાથી કારોબાર દરમિયાન સેન્સેક્સ 664 પોઇન્ટ તૂટીને 38,848.54ના સ્તરે આવી ગયો. બીજી તરફ, નિફ્ટી પણ 209.65 પોઇન્ટ તૂટીને 11,601.50ના સ્તરે પહોંચી ગયો. બજારમાં વર્ષનો આ સૌથી મોટો ઇન્ટ્રા-ડે ઘટાડો છે.

બજેટ બાદ બજારમાં ભારે વેચાવલી થઈ અને સેન્સેક્સ તથા નિફ્ટી મોટા ઘટાડા સાથે બંધ થયા. બીએસઈના 30 શેરોવાળા મુખ્ય ઇન્ડેક્સ સેન્સેક્સ 394.67 પોઈન્ટના ઘટાડા સાથે 39513.39ના સ્તરે બંધ થયો. બીજી તરફ, એનએસઈના 50 શેરોવાળા મુખ્ય ઇન્ડેક્ટ નિફ્ટી 135.60 પોઇન્ટના ઘટાડા સાથે 11,811.15ના સ્તરે બંધ થયો હતો

નાણા મંત્રીએ બજેટ ભાષણમાં કહ્યું છે કે સેબીથી મિનિમમ પબ્લિક શેર હોલ્ડિંગને 25 ટકાથી વધારીને 35 ટકા કરવા કહેવામાં આવ્યું છે. Helious Capitalના સમીર અરોરાનું કહેવું છે કે બજેટમાં FPIs માટે કોઈ સારા પગલા નથી લેવામાં આવ્યા.

પંજાબ નેશનલ બેંન્ક ફ્રોડના માયાજાળમાં ડૂબતી જઈ રહી છે.હવે કંપનીની સાથે 3,805 કરોડની છેતરપિંડી થઈ છે. બીજો મોટો ગોટાળો સામે આવ્યા બાદ બેંકનો શેર સોમવારે પટકાયો છે. સોમવારે બેંકના શેરોમાં 10 ટકાનો ઘટાડો આવ્યો છે.