ચોરી@અમદાવાદ: પોલીસ સ્ટેશન બહારથી જ કોન્સ્ટેબલના બાઇકની ઉઠાંતરી

અટલ સમાચાર,ડેસ્ક કોરોના મહામારી વચ્ચે અમદાવાદમાં પોલીસ સ્ટેશન બહારથી પોલીસ કર્મચારીના જ બાઇકની ચોરીની ઘટના સામે આવી છે. એક ચોરની હિંમત એવી થઈ છેકે પોલીસ સ્ટેશનની બહારથી પોલીસકર્મીનું બાઇક ચોરી લીધું છે. એલિસબ્રિજ પોલીસ સ્ટેશનના પોલીસકર્મીનું બાઇક બ્રિજ નીચેથી ચોરી કરવામાં આવતા એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. પોલીસે હવે પોતાના જ કર્મચારીના બાઇક ચોરની
 
ચોરી@અમદાવાદ: પોલીસ સ્ટેશન બહારથી જ કોન્સ્ટેબલના બાઇકની ઉઠાંતરી

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે અમદાવાદમાં પોલીસ સ્ટેશન બહારથી પોલીસ કર્મચારીના જ બાઇકની ચોરીની ઘટના સામે આવી છે. એક ચોરની હિંમત એવી થઈ છેકે પોલીસ સ્ટેશનની બહારથી પોલીસકર્મીનું બાઇક ચોરી લીધું છે. એલિસબ્રિજ પોલીસ સ્ટેશનના પોલીસકર્મીનું બાઇક બ્રિજ નીચેથી ચોરી કરવામાં આવતા એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. પોલીસે હવે પોતાના જ કર્મચારીના બાઇક ચોરની શોધખોળ શરૂ કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદના એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં મનહર પરમાર કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. 28 જુલાઈએ તેમની નાઈટ ડ્યુટી હોવાથી બાઇક લઇ પોલીસ સ્ટેશન આવ્યા હતા અને બાઇક બ્રિજની નીચે પાર્ક કર્યું હતું. દરમ્યાનમાં વહેલી સવારે નોકરી પતી ગયા બાદ બાઇક લેવા જતા બાઇક ગાયબ હતું. કોઈ અજાણ્યો શખ્સ બાઇક ચોરી કરી નાસી ગયો હતો. ચોરની પણ ગજબ હિંમત છે કે, પોલીસ સ્ટેશન બહારથી જ મોડી રાતે બાઇક ચોરી કરી લીધી છે. હાલ બહારના સીસીટીવીના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે.