ચોરી@મહેસાણાઃ BSF જવાનની વિધવાના 51 હજાર ચોરંટીએ સેરવી લીધા

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા જનતા સુપર માર્કેટમાં આવેલી બેન્કની શાખામાં બીએસએફ જવાનની વિધવા પતિના મૃત્યુ બાદ મળતા પેન્શનના રૂપિયા ઉપાડવા આવ્યા હતા. બેન્કમાંથી મેળવેલ રૂપિયા ગામમાં નવીન બની રહેલ ગેટમાં દાન કરવાના હતા. જે લાઈનમાં પાછળ ઉભી રહેલ એક અન્ય મહિલાએ સિફતપૂર્વક સેરવી લઈ ફરાર થઈ ગઈ હતી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જતાં વિધવાએ
 
ચોરી@મહેસાણાઃ BSF જવાનની વિધવાના 51 હજાર ચોરંટીએ સેરવી લીધા

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા જનતા સુપર માર્કેટમાં આવેલી બેન્કની શાખામાં બીએસએફ જવાનની વિધવા પતિના મૃત્યુ બાદ મળતા પેન્શનના રૂપિયા ઉપાડવા આવ્યા હતા. બેન્કમાંથી મેળવેલ રૂપિયા ગામમાં નવીન બની રહેલ ગેટમાં દાન કરવાના હતા. જે લાઈનમાં પાછળ ઉભી રહેલ એક અન્ય મહિલાએ સિફતપૂર્વક સેરવી લઈ ફરાર થઈ ગઈ હતી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જતાં વિધવાએ મહેસાણા એડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ આપી છે.

પોલીસ મથકેથી મળતી માહિતી અનુસાર જોટાણા ગામના હંસાબેન હીરાભાઈ ચાવડા ગામમાં ગેટ માટે પૈસા દાનમાં આપવાના હોવાથી શહેરના જનતા સુપરમાર્કેટમાં આવેલ એસબીઆઈ શાખામાં આવ્યા હતા. હંસાબેનના પતિ બીએસએફમાં ફરજ બજાવતા હતા. જેમનું 10 વર્ષ અગાઉ મૃત્યુ થઈ ચુક્યુ છે અને તેમને કોઈ સંતાન ન હોવાથી આટલી મોટી રકમ ઉપાડવા ખુદને આવવું પડ્યું હતું.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

હંસાબેને બેન્કમાંથી ઉપાડેલ 50 હજાર તેમજ અન્ય રોકડા 1,500 પોતાની પાસે રહેલી થેલીમાં મુકી ફોર્મ રજૂ કરવા લાઈનમાં ઉભા હતા. આ દરમિયાન પાછળ ઉભેલી એક અન્ય મહિલાએ દુપટ્ટાનો સહારો લઈ 51,500 રૂપિયા ભરેલ પાકીટ ચોરી ત્યાંથી ફરાર થઈ ગઈ હતી. સમગ્ર ઘટનાની વિધવાને જાણ થતાં બેન્કના સીસીટીવીમાં ચોરંટી મહિલા રૂપિયા સેરવી લેતી હોવાનું સામે આવ્યું હતું. જે અંગે મહેસાણા શહેર એડીવીઝન પોલીસ મથકમાં ગુનો દાખલ થયો છે. પોલીસ હવે સીસીટીવી ફૂટેજ આધારે ચોર મહિલાને શોધવાની તપાસમાં પડી છે.